Rajkot/ રાજકોટના બાયોડિઝલના ગોરખધંધામાં ઉચ્ચ પોલીસ અધિકારીના વહીવટદારનું નામ ખુલતા ખળભળાટ

Smc ના રિપોર્ટ બાદ વહીવટદાર સુધી જ લેવાશે પગલા કે રેલો ઉચ્ચકક્ષાએ જશે? રાજકોટ થી લઈને ગાંધીનગર સુધી ભારે ચર્ચા

Top Stories India
11 18 રાજકોટના બાયોડિઝલના ગોરખધંધામાં ઉચ્ચ પોલીસ અધિકારીના વહીવટદારનું નામ ખુલતા ખળભળાટ
  • રાજકોટ ના બાયોડિઝલના ગોરખધંધામાં એક ઉચ્ચ પોલીસ અધિકારીના વહીવટદારનું ખુલ્યું નામ
  • ઉચ્ચપોલીસ અધિકારીના વહીવટદાર છે SMC ના રડારમાં ..
  • વહીવટદાર ફરજ બજાવે છે રાજકોટના એક પોલીસ સ્ટેશનમાં.. જુના કનેક્શનના કારણે ઉચ્ચ પોલીસ અધિકારી સાથે છે ઘરોબો
  • Smc નાદરોડા દરમિયાન ઝડપાયું હતું બાયોડીઝલ કાંડ..
  • Smc ના હેડ નીરજા રાવ અને એસ.પી નિર્લિપ્ત રાય નો સ્ફોટક રિપોર્ટ તૈયાર..
  • એક ઉચ્ચ પોલીસ અધિકારીના ગાંધીનગરના વધી ગયા છે આંટા ફેરા..
  • Smc ના રિપોર્ટ બાદ વહીવટદાર સુધી જ લેવાશે પગલા કે રેલો ઉચ્ચકક્ષાએ જશે? રાજકોટ થી લઈને ગાંધીનગર સુધી ભારે ચર્ચા

ગુજરાતના રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજકોટના બાયોડિઝલના ગોરખધંધામાં એક ઉચ્ચ અધિકારીના વહિવટદારનું નામ ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉચ્ચ અધિકારીના વહીવટદાર એસએમસીના રડાર પર આવી ગયો છે. એસએમસીના દરોડા દરમિયાન બાયોડિઝલ કાંડ ઝડપાયું હતું આ અંગે એસએમસીના ઇન્ચાર્જ નીરજા રાવ અને એસ.પી. નિર્લિપ્ત રાયના રિપોર્ટમાં  ઘટસ્ફોટ થયો છે. આ ઉચ્ચ અધિકારી હાલ ચિંતામય બની ગયા છે જેના લીધે તેમના ગાંધીનગરના આંટાફેરા વધી ગયા છે. આ રિર્પોટ બાદ  પરિસ્થિતિ વધુ વેગવંતી બની છે. આ મામલે વહીલટદાર સુધી તપાસ સીમિત રહેશે કે પછી ઉચ્ચકક્ષાએ જશે એ તો આવનાર સમય જ કહેશે. આ કેસના લઇને હાલ ગુજરાતમાં ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે.