national games/ નવલી નવરાત્રિમાં ગરબાની રમઝટ સાથે નૅશનલ ગેમ્સનો રંગારંગ પ્રારંભ

36મી નેશનલ ગેમ્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી દ્વારા પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 હજારથી વધુ રમતવીરો અને 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત છે.

Top Stories Gujarat
19 2 નવલી નવરાત્રિમાં ગરબાની રમઝટ સાથે નૅશનલ ગેમ્સનો રંગારંગ પ્રારંભ

36મી નેશનલ ગેમ્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી દ્વારા પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 હજારથી વધુ રમતવીરો અને 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત છે.  અહીં સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. તેમણે સ્ટેડિયમમાં આવતાં જ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, આ માહોલને વર્ણવી ન શકાય. આ દેશનો સૌથી મોટો ખેલ મહોત્સવ છે. આ અદભુત છે.

 

 

આ સમારોહમાં સામેલ થવા માટે સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંજે ઉદ્ઘાટન પ્રસંગ પરૂવે જ બપોરના 2 વાગ્યાથી ઉદ્ઘાટન સમારોહ માટે લોકોને પ્રવેશ આપવાની શરૂઆત કરાઈ હતી.જેમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.જેમાં દરેક પાસે એન્ટ્રી પાસને ચેક કરીને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ સાથે કાર્યક્રમમાં સામેલ થવા માટે બેગ કે અન્ય કોઈ વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવી ન હતી.

સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમત પ્રેમીઓ અને દેશભરમાંથી આવેલા ખેલાડીઓથી ચિક્કાર ભરાઈ ગયુ છે.ગુજરાતમાં સૌ પ્રથમ વખત નેશનલ ગેમ્સનું યજમાન બન્યુ છે.ગુજરાતના છ મોટા શહેરોમાં આ રમતોનું આયોજન કરાયું છે. તેમાં 40 રમતો રમાશે. આ નેશનલ ગેમ્સ શહેરના વિવિધ વિસ્તાર જેમ કે, સાબરમતી, રિવરફ્રન્ટ, પાલડી, મણિનગરમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.