Election/ કર્ણાટક ચૂંટણી માટે ભાજપે 189 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર

લાંબી રાહ જોયા બાદ આખરે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક ચૂંટણી માટે પોતાનું પહેલું કાર્ડ ખોલ્યું છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

Top Stories India
7 7 કર્ણાટક ચૂંટણી માટે ભાજપે 189 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર

લાંબી રાહ જોયા બાદ આખરે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક ચૂંટણી માટે પોતાનું પહેલું કાર્ડ ખોલ્યું છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ યાદીમાં 189 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં બીજી યાદી પણ જાહેર કરવામાં આવશે.કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી બહાર આવી છે. કુલ 189 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે લાંબા મંથન અને ઘણા ફેરફારો કર્યા બાદ આ યાદી બહાર પાડી છે. આ વખતે નવી પેઢીને તક આપવામાં આવી છે, ઘણી બેઠકો પર પ્રયોગ અંતર્ગત મોટા રાજકીય દાવ લગાવવામાં આવ્યા છે.

યાદી જાહેર કરતા કેન્દ્રીય મંત્રી અને કર્ણાટક ચૂંટણીના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે ટિકિટ વિતરણમાં સ્થાનિક કાર્યકરોને તક આપી છે. જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, તેમની મંજૂરી સ્થાનિક કક્ષાએથી આવી છે અને ચૂંટણી સમિતિ દ્વારા તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમને ખાતરી છે કે ફરીથી ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. ભાજપે આ યાદીમાં 52 નવા લોકોને તક આપી છે. આ યાદીમાં ઓબીસી સમાજના 32, અનુસૂચિત જાતિના 30 અને અનુસૂચિત જાતિના 16 લોકોને તક આપવામાં આવી છે.

આ યાદીમાં 8 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની સી યાદીમાં 5 વકીલો, 9 ડોક્ટર્સ, 3 શિક્ષકો, 1 નિવૃત્ત IAS અધિકારી, 1 નિવૃત્ત IPS અધિકારી, 3 સરકારી કર્મચારીઓ અને 8 સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે. 189 ઉમેદવારોની યાદી જાહેર કરતા પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે માહિતી આપી હતી કે કર્ણાટકના મુખ્યમંત્રી સીએમ બસવરાજ બોમાઈ શિગગાંવ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.