WPL/ વીમેન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનતું રોયલ ચેલેન્જ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

Top Stories Breaking News Sports
YouTube Thumbnail 12 વીમેન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનતું રોયલ ચેલેન્જ બેંગ્લોર

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આરસીબીનું આ પહેલું ટાઈટલ છે.

વીમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સાથે મહિલા પ્રીમિયર લીગને નવો ચેમ્પિયન મળ્યો છે. બેંગ્લોરે દિલ્હીને હરાવી બીજી સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે આ ખિતાબ કબજે કર્યો હતો.

બેંગ્લોરની પુરુષ ટીમ ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી, પરંતુ WPLની બીજી સિઝનમાં મહિલા ટીમ વિજયી બની હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે, સોફી ડિવાઇન અને સ્મૃતિ મંધાનાએ આરસીબીને સારી શરૂઆત અપાવી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 49 રન જોડ્યા હતા. આ ભાગીદારી શિખા પાંડેએ 32 રન બનાવીને ડિવાઈનને આઉટ કરીને તોડી હતી. આ પછી કેપ્ટન મંધાનાએ ઇનિંગ સંભાળી હતી, પરંતુ મિનુ મણીએ તેને 31 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધી હતી. ત્યારબાદ એલિસ પેરી અને રિચા ઘોષે છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Smuggling/ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, સાપના ઝેરની દાણચોરીમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક