Not Set/ પરસોતમ સાબરિયાની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત

લોકસભાની ચૂંટણી જાહેર થવાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભાજપ દ્રારા બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઇક કર્યા બાદ હવે કોંગ્રેસ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી હોય તેવું સ્પસ્ટપણે દેખાઇ રહ્યું છે. ત્યારે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઇ છે. હમણાંની વાત કરીએ તો ભાજપ દ્રારા લોભામણી લાલચો આપતાં જસદણના કુંવરજી બાવળીયા અને આશા […]

Top Stories Gujarat Others Videos
mantavya 196 પરસોતમ સાબરિયાની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત

લોકસભાની ચૂંટણી જાહેર થવાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભાજપ દ્રારા બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઇક કર્યા બાદ હવે કોંગ્રેસ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી હોય તેવું સ્પસ્ટપણે દેખાઇ રહ્યું છે. ત્યારે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઇ છે.

હમણાંની વાત કરીએ તો ભાજપ દ્રારા લોભામણી લાલચો આપતાં જસદણના કુંવરજી બાવળીયા અને આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંદ ઝાલા કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવાની અટકળો સેવાઇ રહી હતી.

પરંતુ આ અંગે હાલ પૂંરતું આ બંને ધારાસભ્યોએ નનૈયો ભણી દીધો છે. તો બીજીબાજુ લલિત વસોયા,લલિત કગથરા અને કિરીટ પટેલ પણ ભાજપમાં જોડાવાના તર્કવિતર્ક થઇ રહ્યા હતા. પરંતુ આ ધારાસભ્યોએ પણ હાલ પૂરતી ભાજપમાં જોડાવવાની સ્પસ્ટ ના પાડી દીધી છે.

જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. તેમજ પરષોતમ સાબરિયાને પણ કોઇ જવાબદારી સોંપવામાં આવે તેવું જાણકારોનું માનવું છે.

જવાહર ચાવડા બાદ પરષોતમ સાબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આવો સાંભળીયે શું કહ્યું સાબરિયાએ