Not Set/ રાજ્યમાં જળ સંકટ વચ્ચે ભરૂચમાં પાણી જ પાણી!!!!

ગુજરાતમાં પાણીનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે ત્યારે રાજ્યનો એક વિસ્તાર છે જ્યા સંકટ સમયે પાણીની સમસ્યા ના બરાબર છે. કહેવાય છે કે જુનુ એટલે સોનુ, આ વાત આજે ફરી સાચી સાબિત થઇ રહી છે. પાણીની તંગીનાં કારણે આખું ગુજરાત અત્યારે સંકટમાં છે. પરંતુ ભરૂચનાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં […]

Gujarat
bharuch3 રાજ્યમાં જળ સંકટ વચ્ચે ભરૂચમાં પાણી જ પાણી!!!!

ગુજરાતમાં પાણીનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે ત્યારે રાજ્યનો એક વિસ્તાર છે જ્યા સંકટ સમયે પાણીની સમસ્યા ના બરાબર છે. કહેવાય છે કે જુનુ એટલે સોનુ, આ વાત આજે ફરી સાચી સાબિત થઇ રહી છે.

bharuch1 રાજ્યમાં જળ સંકટ વચ્ચે ભરૂચમાં પાણી જ પાણી!!!!

પાણીની તંગીનાં કારણે આખું ગુજરાત અત્યારે સંકટમાં છે. પરંતુ ભરૂચનાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં રહેતા લોકોને પાણીની કોઈ કમી નથી. આનું કારણ છે ભુગર્ભ ટાંકીઓ. ભરૂચનાં જુના મકાનોમાં વર્ષો અગાઉ મીઠા પાણીનાં સંગ્રહ માટે ભુગર્ભ ટાંકીઓનું નિર્માણ કરવામાં આવતું હતું. અદભૂત ઈજનેરી કૌશલ્ય અને કોઈને પણ વિચારતા કરી મૂકે તેવી નિર્માણ શૈલીથી આ ટાંકીઓ બનાવવામાં આવી હતી.

bharuch2 રાજ્યમાં જળ સંકટ વચ્ચે ભરૂચમાં પાણી જ પાણી!!!!

વડવાઓએ બનાવેલી આ ટાંકીનાં મીઠા ફળ એટલે કે ફાયદા આજની પેઢીને મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આખું વર્ષ ચાલે એટલું મીઠું પાણી આ ટાંકીઓમાં વરસાદની સિઝનમાં ભરી લેવાય છે. જેના કારણે રાજ્યમાં ભલે પાણીની તંગી હોય પણ ભરૂચનાં આ મકાનોમાં રહેતા લોકો માટે તો આખું વર્ષ પાણી જ પાણી છે.