Not Set/ સુરત મ્યુ.કમિ. બંછાનીધિ પાની આકરા પાણીએ, કોરોના મામલે ફરતી ક્લિપનો મામલો ગરમાયો

સુરતમાં સરકારી તંત્ર પર કોરોનાની સાથે સાથે આજ – કાલ વાઇરલ થઇ રહેલી ઓડિયો-વીડિયો ક્લિપ પણ ભારે પડી રહી હોવાનું જોવામાં આવે છે. હજુ તો LRD મહિલા અને કુમાર કાનાણીનાં પુત્રની ઓડિયો-વીડિયો ક્લિપ ઘુમ મચાવી રહી હતી, ત્યાર એક ડોક્ટરની વીડિયો ક્લિપ અને 108 ઇમર્જન્સી સેવાનાં એક ડ્રાઇવરની ઓડિયો ક્લિપ પણ હવે ઘુમ પર વધુ ધુમ […]

Gujarat Surat
13d88edb586aad30f2fb78af1d62cc5a સુરત મ્યુ.કમિ. બંછાનીધિ પાની આકરા પાણીએ, કોરોના મામલે ફરતી ક્લિપનો મામલો ગરમાયો

સુરતમાં સરકારી તંત્ર પર કોરોનાની સાથે સાથે આજ – કાલ વાઇરલ થઇ રહેલી ઓડિયો-વીડિયો ક્લિપ પણ ભારે પડી રહી હોવાનું જોવામાં આવે છે. હજુ તો LRD મહિલા અને કુમાર કાનાણીનાં પુત્રની ઓડિયો-વીડિયો ક્લિપ ઘુમ મચાવી રહી હતી, ત્યાર એક ડોક્ટરની વીડિયો ક્લિપ અને 108 ઇમર્જન્સી સેવાનાં એક ડ્રાઇવરની ઓડિયો ક્લિપ પણ હવે ઘુમ પર વધુ ધુમ મચાવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. 

 ધુમ – ર ઓડિયો-વીડિયો ક્લિપને કારણે સુરત તંત્ર પર ફરી આંગળી ચિંધવામાં આવી રહી છે અને માટે જ સુરત મનપા કમિશરન બંછાનિધિ પાની ઓડિયો-વીડિયો ક્લિપ મામલે આકરા પાણીએ જોવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોતાનાં નિવેદનમાં ચિમકી પણ આપી દેવામાં આવી છે કે, સુરતમાં રોજ જાહેર થતાં કોરોના કેસ – મૃત્યુઆંક સાચા છે. અને ખોટી વીડિયો-ઓડિયો વાયરલ કરનાર સામે કાર્યવાહી થશે. તો શું કોઇ એમ જ આવી ઓડિયો વીડિયો વાઇરલ કરી રહ્યું છે??? 

વાત જાણે એમ છે કે, સુરતનાં ડોકટરનો વીડિયો વાયરલ થયો છે. ક્લિપમાં ડોક્ટર દ્વારા સુરતમાં જે કોરોનાનાં કેસ છે, તેના કરતાં વધુ કેસ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને સુરતની સ્થિતિ બગડી રહી હોવાનો ડોકટર દ્વારા સંકેત આપવામાં આવ્યો છે. સુરતનાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન તરફ જવું જોઇએ તેવુ પણ ડોક્ટર કહી રહ્યા છે. સુરતવાસીઓને સ્વૈચ્છિક લોકડાઉન પાળવા અપીલ સાથે સાથે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ પણ વીડિયોમાં ડોક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. સુરતમાં સ્થિતિ હજી પણ બગડશે તેવો ડોકટરનો મત છે. 

ડોક્ટરની સાથે સાથે સુરતમાં 108નાં ડ્રાયવરની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઇ રહી છે. સિવિલમાં કોરોનાનાં મૃતદેહ વધુ આવતા હોવાનો સૂર ઓડિયોમાં પૂરાવવામાં આવી રહ્યો છે. કોરોનાના કારણે વધુ મૃત્યુદર વધુ હોવાનો સંકેત આપવામાં આવી રહ્યો છે. 108નાં ડ્રાયવરનાં ઓડિયો કલીપથી અનેક સવાલો ઉભા થતા જોવામાં આવી રહ્યા છે. સુરતમાં ખરેખર મૃત્યુઆંકનાં આંકડા અને અસલ મૃત્યુઆંક કેટલો? તેવા સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. 

આમ સુરતમાં જાહેર થતાં કોરોનાનાં કેસ કરતાં વધુ કેસ હોવાનો દાવો સુરતનાં એક ડોકટરની વીડિયો ક્લિપમાં અને ડોકટરનાં દાવાને 108નાં ડ્રાઇવરની ઓડિયો ક્લિપ મોતની સંખ્યા મામલે સમર્થન આપી રહી હોય તેવુ પ્રિતિત થતુ જોવામાં આવી રહ્યું છે. 108નાં ડ્રાયવરની ઓડિયો ક્લિપમાં પણ કેસ-મૃત્યુઆંક વધુ હોવાનો સંકેત આપવામાં આવી રહ્યો છે.

જો કે,  મંતવ્ય ન્યૂઝ આવી કોઇ વીડિયો-ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. વાઇરલ થયેલ વાઇરલ થઇ રહેલી ઓડિયો-વીડિયો ક્લિપ મામલે મ્યુનિ. કમિશનર દ્વારા આકરા પગલાની ચિમકી દેવામાં આવી છે, ત્યારે આ મામલે તપાસ થવી જોઇએ અને હકીકતો લોકો સામે આવવી જોઇએ એવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews