Not Set/ આજથી 3 દિવસ માટે પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ, 3 તબક્કામાં ગુજરાતભરમાં પાટીદાર શહીદ યાત્રા

મહેસાણા એકવાર ફરીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રવિવાર 24 જૂનથી ફરીથી અનામત આંદોલન વેગવતું બનાવીને ન્યાય અને અધિકારની માગ બુલંદ કરાશે. પાટીદાર સમાજના એક જુથે શહીદ યાત્રાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પાટીદાર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલન અંતર્ગત અમદાવાદ ખાતે પાટીદાર મહારેલી બાદ બનેલી […]

Top Stories Gujarat Trending Videos
patidar આજથી 3 દિવસ માટે પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ, 3 તબક્કામાં ગુજરાતભરમાં પાટીદાર શહીદ યાત્રા

મહેસાણા

એકવાર ફરીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રવિવાર 24 જૂનથી ફરીથી અનામત આંદોલન વેગવતું બનાવીને ન્યાય અને અધિકારની માગ બુલંદ કરાશે. પાટીદાર સમાજના એક જુથે શહીદ યાત્રાનું આયોજન કર્યું છે.

ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પાટીદાર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલન અંતર્ગત અમદાવાદ ખાતે પાટીદાર મહારેલી બાદ બનેલી ઘટનાઓમાં રાજ્યમાં 14 જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા હતા.

આ શહીદ યાત્રા તા. 24મી જૂનના રોજ ઊંઝાના ઉમીયા માતાના મંદિરે  ખાતેથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે અને આ યાત્રા રાજ્યના અન્ય સ્થળોએ ફરીને સોરાષ્ટ્રના કાગવડ ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ યાત્રામાં શહીદ યુવાનોના ટેબ્લો  ઉપરાંત ઉમિયા માતા અને ખોડલ માતાનાં ટેબ્લો રાખવામાં આવશે. આ યાત્રા રાજ્યભરમાં 4000 કિલોમીટર જેટલા અંતરની યાત્રા કરશે.

આ યાત્રા રાજ્યના ૯૭ જેટલા મોટા તાલુકા  સહિત અનેક ગામો ફરશે. આ યાત્રામાં 14 શહીદ યુવાનોની પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાખવામાં આવશે.