અંબાજી/ ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર, દર્શને જતાં પહેલાં જાણી લો નિયમો…

કોરોનાનાં વધી રહેલા સંક્રમણનાં કારણે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે ભક્તોને પ્રવેશ બંધી ફરમાવી હતી. જે હવે આજથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્યા છે.

Gujarat Others
અંબાજી
  • અંબાજી મંદિર આજથી ફરી ખુલ્યું
  • ભક્તો કરી શકશે મા અંબાનાં દર્શન
  • ભકતોને ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે
  • વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ
  • 15 થી 31 ડિસેમ્બર સુધી મંદિર રખાયું હતું બંધ

રાજ્યમાં કોરોનાનાં વધી રહેલા સંક્રમણનાં કારણે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે ભક્તોને પ્રવેશ બંધી ફરમાવી હતી. જે હવે આજથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્યા છે. આજે સવારે 7.30થી 11.30 દરમિયાન રાબેતા મુજબ દર્શન શરૂ થઈ ગયા છે. તો બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન પણ દર્શન કરી શકાશે.

આ પણ વાંચો:રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી આ તારીખ સુધી રહેશે ઓનલાઇન

16 દિવસ માટે મંદિર રખાયું હતું બંધ
રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજી મંદિર 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી બંધ કરાયું હતું, જોકે હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે જેના પગલે ફરીથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે, હવે દર્શનાર્થીઓ સરકારની SOP પ્રમાણે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી શકશે

ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન
કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. તેમજ મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ મંદિરની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ વેક્સિનેશન સર્ટી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેમજ તંત્ર દ્વારા 65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શનની અપીલ કરવામાં આવી છે.

બહુચરાજી મંદિરના દ્વાર પણ ખુલ્યા
આજથી બહુચરાજી મંદિરના દ્વાર પણ ખુલ્યા છે. ત્યારે ભક્તો સવારે 7 થી સાંજે 6.45 સુધી દર્શન કરી શકાશે. જો કે, સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ મળશે નહીં. દર્શન માટે કોવિડ ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે.

આ પણ વાંચો:  રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6679કેસ નોંધાયા, જયારે 35 દર્દીઓના મોત થયા

આ પણ વાંચો:  કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના સહિત બે આરોપી 8 દિવસના રિમાન્ડ મંજૂર