Not Set/ ચોટીલા/ 15 વર્ષની વિદ્યાર્થિની પર તેની જ સ્કુલના ટ્રસ્ટીએ આચર્યું દુષ્કર્મ, કર્યો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં દિવસે ને દિવસે મહિલાઓ પર માનસિક અને શારીરિક અત્યાચારની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. હવસખોર પુરુષો નાની બાળકીથી લઈને વૃદ્ધાઓને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક બાળાત્કારની ઘટના સુરેન્દ્રનગરના ચોટીલાની સામે આવી છે. જ્યાં સ્કૂલના ટ્રસ્ટીએ 15 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે બાદ વિદ્યાર્થીની આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો […]

Gujarat Others
Untitled 129 ચોટીલા/ 15 વર્ષની વિદ્યાર્થિની પર તેની જ સ્કુલના ટ્રસ્ટીએ આચર્યું દુષ્કર્મ, કર્યો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં દિવસે ને દિવસે મહિલાઓ પર માનસિક અને શારીરિક અત્યાચારની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. હવસખોર પુરુષો નાની બાળકીથી લઈને વૃદ્ધાઓને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક બાળાત્કારની ઘટના સુરેન્દ્રનગરના ચોટીલાની સામે આવી છે. જ્યાં સ્કૂલના ટ્રસ્ટીએ 15 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે બાદ વિદ્યાર્થીની આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બુધવારે 45 વર્ષીય ટ્રસ્ટી બટુક ભટ્ટીની ધરપકડ કરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર ચોટીલા નજીક આવેલી કમલ એકતા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બે વખત ટ્રસ્ટી પોતાની હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહિ ગત મંગળવારે વહેલી સવારે પણ બટુક ભટ્ટીએ પીડિતાને હોસ્ટેલના ધાબા પર લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.વારંવાર થતાં જાતીય શોષણથી કંટાળીને ધોરણ 9ની વિદ્યાર્થિનીએ પોતાની હોસ્ટેલના રૂમમાં કાંડાની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જ્યારે આ વિદ્યાર્થિની આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓએ પીડિતાના માતા-પિતાને જાણ કરી હતી. તેઓ મંગળવારે સાંજે હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. માતા-પિતા સામે પીડિતા ભાંગી પડતી હતી અને ટ્રસ્ટીએ આચરેલા અધમ કૃત્ય વિશે જણાવ્યું હતું. જે બાદ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.