Not Set/ વડોદરા/ વારસિયા રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પાખંડી ગુરૂની કાળી કરતૂતોનો પર્દાફાસ

વધુ એક ધૂતારાનો પર્દાફાશ બગલામુખી મંદિરના ગુરૂ પર આરોપ ફેક્ટરીના માલિક પાસે 21 લાખ પડાવ્યાં પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીનો કેસ ધર્મના નામે ધતિંગ કરતા વધુ એક બાબાનો પર્દાફાશ થયો છે. વડોદરાના વારસિયા રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂજીની કાળી કરતૂતોનો ખુલાસો થયો છે.  પાખંડી બાબાએ દેવામાં ડૂબેલા ફેક્ટરી માલિક સાથે છેતરપિંડી કરીને રૂપિયા 21.80 […]

Gujarat Vadodara
cm 4 વડોદરા/ વારસિયા રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પાખંડી ગુરૂની કાળી કરતૂતોનો પર્દાફાસ
  • વધુ એક ધૂતારાનો પર્દાફાશ
  • બગલામુખી મંદિરના ગુરૂ પર આરોપ
  • ફેક્ટરીના માલિક પાસે 21 લાખ પડાવ્યાં
  • પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીનો કેસ

ધર્મના નામે ધતિંગ કરતા વધુ એક બાબાનો પર્દાફાશ થયો છે. વડોદરાના વારસિયા રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂજીની કાળી કરતૂતોનો ખુલાસો થયો છે.  પાખંડી બાબાએ દેવામાં ડૂબેલા ફેક્ટરી માલિક સાથે છેતરપિંડી કરીને રૂપિયા 21.80 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ભેજાબાજ ઠગે અનેક લોકોને છેતર્યા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.  પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો છે.

ગુરૂજીના નામે ઓળખ ધરાવતા આ પાખંડી બાવાએ યંત્રમાં સોનુ નાખવા અને હવનના નામે દેવામાં ડૂબેલા ફેકટરી માલિક સાથે રૂ. 21.80 લાખની છેતરપીંડી કરી હતી. આ મામલે વારસિયા પોલીસે બગલા મુખી મંદિરના ડો. પ્રશાંત ઉપાધ્યાય (ગુરૂજી) સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી દત્તકૃપા સોસા.માં રહેતા અને બાસ્કા સ્થિત કાસ્ટીંગ મશીનરી પાર્ટસની ફેકટરી સંચાલક દેવરાજભાઇ ભાનુભાઇ પંડ્યાએ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે, વર્ષ 2014માં મંદી આવતા ધંધામાં ઘણી ખોટ ગઇ હતી. ધંધામાં નુકશાની થતાં બે કરોડનું  દેવુ થઇ ગયું હતુ. જેથી તેઓ સતત ચિંતામાં રહેતા હતા. દરમિયાન તેમના મિત્ર કિંજલભાઇને ધંધામાં પડેલી બે કરોડની ખોટ અંગે વાત કરતા વર્ષ 2014માં તેઓએ વારસિયા સ્થિત કલાવતિ હોસ્પિટલની બાજમાં આવેલા બગલા મુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના ગુરૂજી ડો. પ્રશાંત ઉપાધ્યાય સાથે ભેટો કરાવ્યો હતો.

ગુરૂજી ડો. પ્રશાંતે દેવરાજભાઇને વિશ્વાસમાં લઇ જણાવ્યું કે, અમારે ત્યાં હવન ભરો બધુ બરાબર થઇ જશે. ત્યારબાદ આ પ્રશાંત ફેકટરી માલિકના ઘરે અને બાસ્કા સ્થિત ફેકટરીની મુલાકાત લઇ કહ્યું હતુ કે, તમારી આર્થિક પરિસ્થિત અને ધંધાને સરખો કરવા માટે હું કહું ત્યાં મારા દ્વારા સિદ્ધ કરેલા યંત્રો મુકવા પડશે. જેથી દેવરાજભાઇ નિયમીત મંદિરે હવન ભરવા લાગ્યા હતા. પ્રશાંત મંદિરમાં હવન કરવાનુ શરૂ કર્યું અને કહ્યું કે, તમારે ઘરનુ સોનુ આપવુ પડશે, જે સોનાથી હું યંત્રો બનાવી આપવાના બહાને રૂ. 12 લાખ પડાવી લીધા હતા. તેમજ અલગ અલગ હવન કરવાના નામે રૂપિયા ત્રણ લાખ લીધા હતા. આ ઉપરાંત મંદિરમાં ચાલતા રામરોટી અન્નક્ષેત્રમા દર મહિના રૂ. 15 હજાર એક વર્ષ સુધી અપાવ્યાં હતા.

વધુમાં મંદિરમાં શનીદેવની મૂર્તિ તથા મહાદેવની મૂર્તિ અને તેના ગુંબજ માટે માર્બલ તેમજ અન્ય વિધી અને પૂજાના ખર્ચ પેટે રૂ. 5 લાખ મળી કુલ રૂ. 21,80,000 પડાવી લીધા હતા. વર્ષ 2016માં ફેકટરી માલિકની આર્થિક પરિસ્થિતિમાં કોઇ ફેરફાર ન થતાં તેઓએ ગુરૂજીને જાણા કરી, જેથી પ્રશાંતે કહ્યું થઇ જશે થોડો સમય લાગશે, પરંતુ આજ દિન સુધી ફેકટરી માલિકના ધંધામાં કોઇ ફર્ક ન આવતા તેઓએ ગુરૂજીને આપેલા રૂપિયા પાછા માગ્યા હતા. જેથી આ ઠગબાજ ગુરૂજીએ રૂપિયા પરત ન કરી છોકરીઓ પાસેથી કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. વારસિયા પોલીસે આ મામલે ઠગબાજ પ્રશાંત ઉપાધ્યાયને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.