Not Set/ જામનગર: પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનો વિરોધ

જામનગર, વધતાં જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે જામનગરમાં એનએસયુઆઈ અને યુવક કોગેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંખ્યા બંધ વાહનોને રાખવામા આવ્યા હતા અને આ વાહનો પર અલગ અલગ વિરોધ ના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, ત્યારે આગેવાનો તેમજ કાર્યકરોએ જાહેર માર્ગ પર વાહનોને આંતરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેને લઈને હાજર રહેલી પોલીસ દ્વારા કાર્યકરોને […]

Gujarat Others Trending
IMG 20180528 WA0006 5 જામનગર: પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનો વિરોધ

જામનગર,

વધતાં જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે જામનગરમાં એનએસયુઆઈ અને યુવક કોગેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંખ્યા બંધ વાહનોને રાખવામા આવ્યા હતા અને આ વાહનો પર અલગ અલગ વિરોધ ના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, ત્યારે આગેવાનો તેમજ કાર્યકરોએ જાહેર માર્ગ પર વાહનોને આંતરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેને લઈને હાજર રહેલી પોલીસ દ્વારા કાર્યકરોને રોકવામાં આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાયો હતો.

મોદી સરકાર ના આશ્વાસન પછી પણ પેટ્રોલ- ડીઝલ માં વધારો થતો જ જાય છે. દિવસ ને દિવસ ઓઇલ ની કિમતો રેકોર્ડ તોડી રહી છે, સતત 15 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલ ની કિમત માં વધારો નોંધાયો છે, છેલ્લા 15 દિવસ થી પેટ્રોલ-ડીઝલ ના ભાવ માં વધારો થઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અમે સામાન્ય માણસ ને રાહત અપાવવા માટે રસ્તાઓ શોધી રહ્યા છીએ, ત્યારે હાલના દિવસો માં રશિયા અને સાઉદી અરબે કાચા તેલની જરૂરિયાતમાં ઢીલ આપવાની વાત કરી છે પરંતુ હજુ સુધી તેની અસર દેખાઈ રહી નથી.

IMG 20180528 WA0006 6 જામનગર: પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનો વિરોધ

જેને લઈને જામનગર શહેરના ધન્વંતરિ ગ્રાઉંડ નજીક એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા આ મુદ્દે નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એકી સાથે 100 જેટલા વાહનો નો ધરણાં કરવામાં આવ્યા હતા, અને વાહનો ઉપર જુદા જુદા બેનરો લગાડવામાં આવ્યા હતા, તેમજ સરકાર પર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

IMG 20180528 WA0006 7 જામનગર: પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનો વિરોધ

મોંઘવારીએ નો હવે નિર્જીવ વાહનોએ પણ વિરોધ કરવાનો સમય આવ્યો છે, ત્યારે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ સાથે વિપક્ષી સભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જાહેર માર્ગ પર વાહનોને આંતરી પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી અને થોડા સમય માટે ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો જેને લઈને હાજર રહેલી પોલીસે દેખાવ કરી રહેલા કોંગી આગેવાનો તેમજ કાર્યકરોને રોક્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાયો હતો.