Not Set/ ડભોઇ: પીવાના પાણીની પાઈપલાઈનમાં લાખો રૂપિયાનું કૌભાંડ

ડભોઇ, ડભોઇના છત્રાલ ગામે વાસ્મો દ્વારા પીવાના પાણીની પાઈપલાઈનમાં લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું  છે. અગાઉ ૨૦૦૬માં ૦૭ પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકી પંપ અને પમ્પિંગ મશીન અને પાણીની પાઇપલાઇન આ તમામ વસ્તુઓ ગામને સુપ્રત કરી હતી. ત્યારબાદ 2013 -14 અભેસિંહ ભાઈ વસાવા છત્રાલ ગામના સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે વાસ્મો કંપની દ્વારા તેઓને માહિતી […]

Top Stories Gujarat Others
Untitled 6 ડભોઇ: પીવાના પાણીની પાઈપલાઈનમાં લાખો રૂપિયાનું કૌભાંડ

ડભોઇ,

ડભોઇના છત્રાલ ગામે વાસ્મો દ્વારા પીવાના પાણીની પાઈપલાઈનમાં લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું  છે. અગાઉ ૨૦૦૬માં ૦૭ પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકી પંપ અને પમ્પિંગ મશીન અને પાણીની પાઇપલાઇન આ તમામ વસ્તુઓ ગામને સુપ્રત કરી હતી.

ત્યારબાદ 2013 -14 અભેસિંહ ભાઈ વસાવા છત્રાલ ગામના સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે વાસ્મો કંપની દ્વારા તેઓને માહિતી આપવામાં આવી કે તમારા ગામમાં પાણીની લાઈન તેમજ પાણીની ટાંકી પંપીંગ રૂમ તમામને રીનોવેશન કરવા માટે વાસ્મો દ્વારા રૂપિયા ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમ કહી 10 ટકા ડિપોઝિટ કરાવી હતી.

આ 10 ટકા ડિપોઝિટ ની મુદત 2018ની હોય કોર્પોરેશન બેન્કની આ ફિક્સ ડીપોઝીટની પાવતી હાલના તલાટીને મળી આવતા ગામના જ એક નાગરિક કલ્પેશભાઈ દ્વારા આરટીઆઈથી માહિતી માગવામાં આવી હતી.

છત્રાલ ગામના માજી સરપંચ તેમજ વાસણા અધિકારીઓ ઉપર ગ્રામજનોએ આક્ષેપ મૂક્યો છે કે ત્રણ લાખ રૂપિયાની આ પાઈપલાઈન અને પાણીની ટાંકી એમ જ રૂમનું રીપેરીંગ ક્યારે કરવામાં આવ્યું તેની સમગ્ર માહિતી આપે વાસ્મોના જે ભ્રષ્ટાચારી  અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે.

હવે જોવાનું એ છે કે આ ગામના નાગરિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ વાસ્મોના અધિકારીઓને પણ જાણ કરી છે છતાં આજદિન સુધી કોઈ તપાસ કે કોઈ પણ પ્રકારના પગલા લેવાયા નથી તો ક્યાં સુધી આવું અને બહેરું  તંત્ર ઘોર નિદ્રામાં રહેશે કે પછી આવા વાસ્મોના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સરકારના રૂપિયાની ખુલ્લેઆમ લૂંટ ચાલતી રહેશે.