સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આજે અંત આવ્યો છે ભગવાન હનુમાનના “વિકૃત નિરૂપણ”ને લઈને આ વિવાદ એક અઠવાડિયા પહેલા સર્જાયો હતો.સ્વામિનારાયણ વડતાલ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મંદિરે ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લીધા બાદ સૂર્યોદય થાય એ પહેલા મધરાતે જ ભીંતચિત્રો હટાવાયા હતા જેને લઈ સમગ્ર મામલો થાળે પડ્યો છે.
. તમને જણાવી દઈએ સાળંગપુર ખાતેના હનુમાન મંદિરમાં ભીંતચિત્રોમાં ભગવાન હનુમાનજીના “વિકૃત નિરૂપણ”ને લઈને વિવાદ સર્જાયો હતો જેના ભીંતચિત્રોમાં ભગવાન હનુમાનને સહજાનંદ સ્વામીને નમન કરતા દર્શાવવામાં આવ્યા હતા.જેને ગત મોડી રાત્રે મંદિર પરિસરની તમામ લાઈટો બંધકરવામાં આવી હતી ત્યાર બાદ મોડી રાત્રે પડદા બાંધી મંદિર પ્રશાસને ભીંતચિત્રો બદલ્યા હતા.
મહત્વનું છે કે આ બેઠક દ્વારકા પીઠના સંકરાચાર્ય અને વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના આશીર્વાદ સાથે યોજાઈ હતી. જેમાં તમામ સંતો વિવાદને સમાપ્ત કરવા માટે સંમત થયા હતા, જેમાં તથા એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ સભ્ય હિંદુ સનાતન ધર્મ અને તેના દેવી,દેવતાઓ વિરુદ્ધ કોઈ વિવાદાસ્પદ નિવેદનો કે ટીપ્પણી નહીં કરે.
અમદાવાદમાં સોમવારે મોડી સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે સનાતન ધર્મ સમુદાયો અને વડતાલ ગઢવી સંસ્થાનના સંતો સોમવારે મળ્યા હતા અને ચાલી રહેલા વિવાદને લગતા પાસાઓ પર ચર્ચા કરી હતી અને નક્કી કર્યું હતું કે મંગળવારથી ભીંતચિત્રો દૂર કરવામાં આવશે.
વાસ્તવમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના નેતાઓએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંપ્રદાય હિંદુ ધર્મના વૈદિક સનાતન ધર્મનો એક ભાગ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના સભ્યો સાથે બેઠક યોજી હતી જેમાં સરકારે વિવાદને ઉકેલવા વિનંતી કરી હતી.
અગાઉ, અખિલ ભારતીય સંત સમિતિએ લખનૌમાં એક બેઠક યોજી હતી જેમાં તેણે તેના ગુજરાત એકમના વડા, નૌતમ સ્વામીને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો, જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ શાખાના છે.વધુમાં, કેટલાક હિન્દુ ધાર્મિક નેતાઓ અને ગુજરાતના હિન્દુત્વ સંગઠનોના સભ્યોએ રવિવારે અમદાવાદમાં એક બેઠક યોજી હતી જ્યાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના મંદિરોના બહિષ્કાર સહિત સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવો પસાર કર્યા હતા.
આ પણ વાંચો :Nagpanchami/સર્પ દોષથી મુક્તિ આપતા નાગ તીર્થ જ્યાં મળે છે કાળસર્પ દોસથી મુક્તિ ભક્તો ધરાવે છે ઊંડી શ્રદ્ધા
આ પણ વાંચો :resolution/હરિયાણાના પાણીપતમાં વાર્ષિક બેઠકમાં RSSએ હિંદુત્વનો ઉલ્લેખ કરીને આ ઠરાવ પસાર કર્યો
આ પણ વાંચો :resolution/સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા
