ગુજરાત/ કોંગ્રેસના ત્રણ નેતાઓને કાયદેસર નોટિસ પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

પૂર્વ CM વિજય રૂપાણીએ કથિત 500 કરોડની જમીન કૌભાંડ મુદ્દે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત અન્ય ત્રણને કાયદેસર નોટિસ પાઠવી છે.

Top Stories Gujarat Others
પૂર્વ CM વિજય રૂપાણીએ કથિત 500 કરોડની જમીન કૌભાંડનો મુદ્દે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત અન્ય ત્રણને કાયદેસર નોટિસ પાઠવી છે.
  • રોજકોટ ઝોનફેર મામલે કોંગ્રેસને નોટિસ
  • પૂર્વ CM વિજય રૂપાણીએ પાઠવી નોટિસ
  • કોંગ્રેસના ત્રણ નેતાઓને કાયદેસર નોટિસ
  • 22, ફેબ્રુ.એ કોંગ્રેસે લગાવ્યાં હતા આક્ષેપ
  • 11 પાનાની કાયદેસર નોટિસમાં બદનક્ષીનો દાવો
  • વિપક્ષ નેતા સુખરામ રાઠવાને પાઠવી નોટિસ
  • શૈલેષ પરમાર અને સી.જે. ચાવડાને પણ નોટિસ
  • કોંગ્રેસ પુરાવા આપે અથવા માફી માંગે – રૂપાણી
  • વીરજીભાઇએ મારી વાતને આપ્યું સમર્થન – રૂપાણી

પૂર્વ CM વિજય રૂપાણીએ કથિત 500 કરોડની જમીન કૌભાંડ મુદ્દે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત અન્ય ત્રણને કાયદેસર નોટિસ પાઠવી છે. સાથે 15 દિવસમાં માફી માંગવાની સમય મર્યાદા આપી છે. કોંગ્રેસે 22 ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી વિજય રૂપાણી સામે કથિત જમીન કૌભાંડનો આક્ષેપ કર્યો હતો.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસ દંડક સી. જે. ચાવડા વિરુદ્ધ બદનક્ષી બદલ કાયદેસર નોટિસ પાઠવી છે. 22, ફેબ્રુઆના રોજ આ કોંગ્રેસીનેતાઓએ પત્રકાર પરિષદ યોજી રુ. 500 કરોડની જમીન કૌભાંડ મામલે આરોપ મૂક્યા હતા.

કોંગ્રસે પૂર્વ CM વિજય રૂપાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રૂપાણી વિરુદ્ધ  ઝોનફેરનો મામલો કોંગ્રેસનો વિવાદ છે. જેમાં રાજકોટ શહેરની આસપાસ 20 કિલોમીટરમાં વિવિઘ સર્વે નંબરો પરની જમીનો 2031 સુધી હેતુફેર ન થઇ શકે. આવી સર્વેની જમીનની ઝોનફેર કરાવી વિજય રૂપાણી અને ભાજપ નેતા નીતિન ભારદ્વાજ સામે રૂ. 500 કરોડના ઝોનફેર કૌભાંડનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. વિજય રૂપાણીએ ઝોનફેરની કામગીરીને એક રૂટિન કામગીરી ગણાવી હતી. કોંગ્રેસ દ્વારા લગાવેલા ઝોનફોરના કોંભાડના ગંભીર આરોપમાં વિજય રૂપાણીએ કોગ્રેસના નેતા વિરજી ઠુમ્મરનો હવાલો આપી સ્વબચાવ કર્યો છે.

આ અગાઉ 24 ફેબ્રુઆરીના રોજ ભાજપ નેતા નીતિન ભારદ્વાજે રાજકોટ CPને આવેદન પાઠવી કોંગ્રેસના આક્ષેપને નકાર્યા હતા. વિજય રુપાણીના વકીલ અંશ ભારદ્વાજ દ્વારા કોંગ્રેસ સામે બદનક્ષીનો દાવો થઇ શકે તેવી વાત ઉચ્ચારી છે.

હાલ રાજકોટ છેલ્લાં બે મહિનાથી રાજકીય અખાડો બન્યો છે. જેમાં નેપાલી કુટુંબની સામૂહિક આત્મહત્યા હોય કે પોલીસ તોડકાંડ કે હવે રૂપાણીના નામે ઝોનફેર કૌભાંડ.. રાજકોટ ભાજપનો આંતરિક કલહ ભાજપને જ દઝાડશે એવું જણાય છે..

Russia-Ukraine war / બેલારૂસમાં શરૂ થઈ વાટાઘાટો, સરેન્ડર કરવાનો અમારો ઈરાદો નથીઃ ઝેલેન્સ્કી

ગુજરાત / ગુજરાત સરકાર કેમ નથી બતાવતી વિધાનસભાનું લાઈવ પ્રસારણ ?