resolution/ સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

ગુજરાતમાં શાંતિ દોહળવાનો પ્રયાસ જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી સનાતન ધર્મના ભાવિક ભક્તોની લાગણી દુભાવવાનું કામ કર્યું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં જન આંદોલનનો ખૂબ જ મોટું સ્વરૂપ લેવાય રહ્યું છે તેથી સરકારે પણ નોંધ લઈ યોગ્ય નિર્ણય અને દિશા સૂચન સ્વામિનારાયણ સંપ્રદાયને આપવાની તાત્કાલિક જરૂર છે કારણ […]

Religious Gujarat
Design 2 સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

ગુજરાતમાં શાંતિ દોહળવાનો પ્રયાસ જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી સનાતન ધર્મના ભાવિક ભક્તોની લાગણી દુભાવવાનું કામ કર્યું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં જન આંદોલનનો ખૂબ જ મોટું સ્વરૂપ લેવાય રહ્યું છે તેથી સરકારે પણ નોંધ લઈ યોગ્ય નિર્ણય અને દિશા સૂચન સ્વામિનારાયણ સંપ્રદાયને આપવાની તાત્કાલિક જરૂર છે કારણ કે આ ધર્મ આંદોલન ગુજરાતમાંથી નીકળી સમગ્ર ગુજરાત સમગ્ર ભારત વર્ષ અને છેલ્લે વિશ્વમાં ન પ્રસરે તે પણ જોવાની જવાબદારી ગુજરાત સરકારની અને ભારત સરકારની છે

ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના સાહિત્યનો દૂર ઉપયોગ કરનારની સજાની જોગવાઈનો કાયદો સંસદમાં પસાર કરવો જોઈએ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો સહજાનંદ સ્વામી ની પોતાના ઇષ્ટદેવ માનતા હોય સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ જગ્યાએ સનાતન ધર્મના દેવી દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએસનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કે ભક્તોએ ક્યારેય પ્રવચનમાં ઉલ્લેખ ન કરવોસ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રો જેવા કે શ્રીમદ ભગવદ પુરાણ કે રામચરિત માનસ તથા હનુમાન કથાઓ વગેરે શાસ્ત્રોની કથાઓ ન કરવી કે કર્મકાંડ નહીં કરવું

સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતન ધર્મના વિવિધ દેવી દેવતાઓને નીચે દેખાડવામાં આવ્યા છે તે કાયમી ધોરણે દૂર કરી સનાતન ધર્મના દેવી દેવતાઓનું જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીએ સર્વોપરી બતાવવાનો પ્રયત્ન થયો છે તેવા ચિત્ર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જ્યાં જ્યાં બનાવવામાં આવ્યા છે તે હંમેશા દૂર કરવા

સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણ સંતોએ હોદ્દા પર હોય તો ત્યાંથી તે હોદ્દા ઉપરથી રાજીનામાં આપી ક્યારેય સનાતન ધર્મની સંસ્થાઓમાં હોદ્દો લેવાનો પ્રયત્ન કરવો નહીં

ધર્મ સભામાં સનાતન ધર્મની કોઈપણ પરંપરા ના માતાજીઓ કે સાધ્વી બહેનોની સ્ટેજ ઉપરથી નીચે ઉતારવાનું કહી અપમાન કરવું નહીંસનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંતો સાચા છે એવું કહી સનાતન ધર્મની લીટી ભૂંસી પોતાની લીટી મોટી કરવાનો ખોટો પ્રયત્ન કરવો નહીં

સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કર્યો હોય તે જગ્યા ખાલી કરી સરકારને જગ્યાનો કબજો પરત સોપવો

સ્વામિનારાયણ સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદથી નવતમ સ્વામીને બરખાસ્ત કરવા. પડથી દુર કરવા

સંતો અને સેવકોએ સ્વામિનારાયણ મંદિરે જવું નહીં અને તેમની સભામાં પણ જવું નહીં

સાધુ સંતો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવામાં આવ્યો