Not Set/ આચાર્યએ યુવતી પર આચર્યુ દુષ્કર્મ

કાતિક વાજા, મંતવ્ય ન્યુઝ-ઊના ઉના તાલુકાના ખાણ ગામની પ્રા.શાળાના આચાર્ય તેમજ ગીરસોમનાથ જીલ્લા પ્રા.શિક્ષક સંધના પ્રમુખે 20 વર્ષની યુવતીને ધો.10માં પાસ કરાવી આપવાની લાલચે ગેસ્ટ હાઉસમાં બોલાવી દુષ્કર્મ કર્યાની ભોગ બનનાર યુવતીએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના માધવબાગ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને […]

Gujarat Others
WhatsApp Image 2021 03 26 at 8.29.25 PM 1 આચાર્યએ યુવતી પર આચર્યુ દુષ્કર્મ

કાતિક વાજા, મંતવ્ય ન્યુઝ-ઊના

ઉના તાલુકાના ખાણ ગામની પ્રા.શાળાના આચાર્ય તેમજ ગીરસોમનાથ જીલ્લા પ્રા.શિક્ષક સંધના પ્રમુખે 20 વર્ષની યુવતીને ધો.10માં પાસ કરાવી આપવાની લાલચે ગેસ્ટ હાઉસમાં બોલાવી દુષ્કર્મ કર્યાની ભોગ બનનાર યુવતીએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના માધવબાગ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને ધો.10 ની પરીક્ષા આપવાની હોવાથી પરીક્ષાની તૈયારી માટે ટ્યુશન કલાસીસ કરવાના હોય તેથી ચાર માસ પહેલા દેલવાડા રોડ પર ખાણ ગામની પ્રા.શાળાના આચાર્ય બાબુ પરમારના ટ્યુશન ક્લાસ ચાલતા હોય તેથી ભોગ બનનાર યુવતીએ આ ક્લાસીસનો સંપર્ક કરેલ અને તે વખતે આ લંપટ આચાર્યએ યુવતીને એવું જણાવેલ કે તારે ટ્યુશન કરવાની જરૂર નથી મારા કોન્ટેક છે અને તને હું પાસ કરાવી દઇશ એ વાત કરેલ બાદમાં લંપટ આચાર્યએ યુવતીના ફોનમાં મેસેજ કરેલ અને એક બીજાના પરીચયમાં આવેલ અને પછી ફોનમાં વાતચીત કરતા અને બે માસ પહેલા લંપટ આચાર્યએ યુવતીને ખાણ ગામે શાળાએ આઇ એમ પી પ્રશ્નો ટીક કરાવી દેવાના બહાને બોલાવી પરંતુ શાળામાં અન્ય કોઇ હાજર ન હોવાથી યુવતી આચાર્યને મળી ધરે પરત આવી ગયેલ તે પછી ગત તા.24 માર્ચના દેલવાડા રોડ પર આવેલ બેકરીએ યુવતી પાંઉ લેવા જતી હતી. તે વખતે રસ્તામાં આચાર્ય મળતા તેમણે જણાવેલ કે કાલે બહારથી સાહેબો આવવાના છે. હું ફોન કરૂ એટલે તુ આવી જજે તેમ કહેલ અને બાદમાં સવારે ભોગબનનાર યુવતી 11 વાગ્યુ ઉઠી તેના મોબાઇલમાં જોતા તેમના ફોનમાં લંપટ આચાર્યએ બારેક જેટલા ફોન હતા. અને વળી ફોન આવતા લંપટ આચાર્યએ કહેલ કે સાહેબો આવી ગયા છે તુ જલદી દેલવાડા આવીજા બાદમાં યુવતી દેલવાડા ગામ પહોચી હતી. અને ત્યાથી લંપટ આચાર્યને ફોન કરતા આચાર્યએ હુ દીવ રોડ પર ઉભો છું તેથી યુવતી શિવમ ગેસ્ટ હાઉસ પાસે ઉભેલ આચાર્ય બાબુ પરમારને મળી હતી. બાદમાં આચાર્ય ગેસ્ટ હાઉસમાં ગયેલ ત્યાં હાજર કોઇ શખ્સે કહ્યુ કે આચાર્ય રૂમ નં. 103 માં ગયેલ છે તમે ત્યા જાવ તેથી યુવતી રૂમમાં ગયેલ ત્યા આચાર્યએ યુવતીને બેસવાનું કહી બહાર ગયેલ હતો. અને થોડીવારમાં પરત આવી આચાર્યએ રૂમનો દરવાજો બંધ કરી કહેલ કે તુ કહી બોલતી નહી હું કહું તેમ તારે કરવાનું છે તેમ કહી લંપટ આચાર્યએ જબરદસ્તી ધમકાવીને યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું. અને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ ડરી ગયેલી યુવતી ગેસ્ટ હાઉસેથી ઉના હોસ્પીટલે સારવારમાં દાખલ થયેલ. આ અંગેની ફરીયાદ ઉના પોલીસમાં નોધાવતા લંપટ આચાર્યની ધડપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.