Not Set/ કેશોદમાં પાડોશીધર્મનું સૂત્ર સાર્થક કરતા મુસ્લિમ યુવક, પાડોશીના પિતાના મૃત્યુ બાદ કરાવ્યું મુંડન

કોરોના મહામારી કાળ માનવીની કેવી કેવી કસોટીઓ કરે છે, તે જેના પરિવાર પર વિતે તેને જ અનુભવાય છે.કેશોદના ગાંધીનઞર સોસાયટી વિસ્તારમાં રહેતા ત્રણ સભ્યોનાકતીરા પરિવારના મૂખ્ય વડીલ

Top Stories Gujarat
chetan 1 કેશોદમાં પાડોશીધર્મનું સૂત્ર સાર્થક કરતા મુસ્લિમ યુવક, પાડોશીના પિતાના મૃત્યુ બાદ કરાવ્યું મુંડન

ચેતન પરમાર,કેશોદ@મંતવ્ય ન્યુઝ

કોરોના મહામારી કાળ માનવીની કેવી કેવી કસોટીઓ કરે છે, તે જેના પરિવાર પર વિતે તેને જ અનુભવાય છે.કેશોદના ગાંધીનઞર સોસાયટી વિસ્તારમાં રહેતા ત્રણ સભ્યોનાકતીરા પરિવારના મૂખ્ય વડીલ જેન્તીભાઈ કતીરા ઉમર વર્ષ 78 છેલ્લા દોઢેક વર્ષથી બીમારી સબબપથારીવશ  હતા. અને ઘરના ફક્ત એક વૃદ્ધ માજી ઉમર વર્ષ ૭૦ ને કોરાના થયો હોય તેઓને દવાખાને દાખલ કર્યાબાદ બીજા દિવસે ઘરના મુરબ્બીનું સ્વર્ગવાસ થયો હતો.

chetan 3 કેશોદમાં પાડોશીધર્મનું સૂત્ર સાર્થક કરતા મુસ્લિમ યુવક, પાડોશીના પિતાના મૃત્યુ બાદ કરાવ્યું મુંડન

 

આ કુટુંબની એક દિકરી રાજકોટ સાસરે હોય તેની પણ તબીયત નાદુરસ્ત હતી.કૂટુબ કબીલુ અહીં કેશોદમા ન હોવાના કારણે માજીને ઘરના મુખ્ય વ્યક્તિના મુત્યુની જાણ ન થાય તે સાવચેતી રાખીને, કેશોદમા વસતા તેઓનાં દુરના મામા વિઠલાણી પરિવારને જાણ કરી એક પાડોશી યુવકે બોલાવ્યા હતા. ઘરમાં હાજર એકજ યુવાન પુત્ર ભોલાભાઈ ઉમર વર્ષ 25 જોડે સતત હાજર રહી વિઠલાણી પરિવારના ચાર સભ્યોને સાથે રાખી અંત્યેશ્ઠીની સર્વે જવાબદારી પણ આપણા પાડોશીએ બજાવી હતી.આ બાબત મહત્વની એટલા માટે છે કે તેઓ ધર્મથી મુસ્લિમ છે અને તેઓનું નામ બાપૂ હારૂનશા સર્વદી છે. કે જેમણે નાતજાતના ભેદભાવ ભૂલી અને પોતાનો પાડોશીધર્મ નિભાવ્યો હતો.

chetan 2 કેશોદમાં પાડોશીધર્મનું સૂત્ર સાર્થક કરતા મુસ્લિમ યુવક, પાડોશીના પિતાના મૃત્યુ બાદ કરાવ્યું મુંડન

એટલું જ નહિ બે દિવસ પછી દવાખાને થી માજીને રજા મળતા ઘરે પરત આવ્યા હતા, આ સમયે પણ તેઓને સંભાળવા અને સાથે સતત રહીને પરિવારનામાં દિકરાને હૈયા હિંમત આપવી તેમજ મુત્યુ બાદની દરેક વિધી હારે રહીને પૂર્ણ કરાવી અને પડોશમા વસતા એક મૂસ્લિમ સર્વદી પરિવારના મૂકસેવક બાપૂ હારૂનશા સર્વદીએ મુંડન પણ કરાવ્યું હતું. ખરેખર કાળામાથાના માનવી કુદરતની આવી કસોટીનો સામનો તો કરેછે જ, પણ આવિ અસહ્ય પરિસ્થિતિની પળો માનવીમાં રહેલી ઈશ્વરીય શક્તિઓ અપરંપાર છે જ તેવું અહેસાસ જરૂર કરાવે છે.  ત્યારેજ કહેવાય છે કે હિંદુ મુસ્લિમ નહી પણ પડોશી ધર્મ ,”માનવતા જ માણસને સાચો મનુષ્ય બનાવેછે” તે ચોક્કસ કહી શકાય.

sago str 22 કેશોદમાં પાડોશીધર્મનું સૂત્ર સાર્થક કરતા મુસ્લિમ યુવક, પાડોશીના પિતાના મૃત્યુ બાદ કરાવ્યું મુંડન