Not Set/ બોગસ કંપનીનું કરોડોનું કૌભાંડ, સરકારી યોજના બતાવી ખેડૂતો સાથે કરાઈ છેતરપિંડી

ડાંગ જિલ્લામાં એનજીઓના નામે કરોડોના કૌભાંડ કરતી કંપની વિરુધ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં બોગસ કંપની બનાવી આદિવાસી બહેનોને રોજગારી આપવાના તેમજ ખેતીવાડી વિભાગ હેઠળ વિવિધ પાકોની ખેતી કરી. તેમના પાકને વિદેશમાં ઊંચા ભાવે વેચી આપવાની વાત કરી હતી, જોકે પાક વેચીને પૈસા ન ચુકવાતા આદિવાસી ખેડૂતોને છેતરનારી આ કંપની વિરુદ્ધ નાયબ ખેતી નિયામકે  […]

Gujarat Trending
4 1 બોગસ કંપનીનું કરોડોનું કૌભાંડ, સરકારી યોજના બતાવી ખેડૂતો સાથે કરાઈ છેતરપિંડી

ડાંગ જિલ્લામાં એનજીઓના નામે કરોડોના કૌભાંડ કરતી કંપની વિરુધ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં બોગસ કંપની બનાવી આદિવાસી બહેનોને રોજગારી આપવાના તેમજ ખેતીવાડી વિભાગ હેઠળ વિવિધ પાકોની ખેતી કરી.

તેમના પાકને વિદેશમાં ઊંચા ભાવે વેચી આપવાની વાત કરી હતી, જોકે પાક વેચીને પૈસા ન ચુકવાતા આદિવાસી ખેડૂતોને છેતરનારી આ કંપની વિરુદ્ધ નાયબ ખેતી નિયામકે  આહવા પોલીસ સ્ટેશનમાં રોબો યુનિવર્ષ નામની કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ પગલે ડાંગ જિલ્લા પોલીસે દુબઈની રોબો યુનિવર્સ કંપનીના એમ.ડીના નવસારી સ્થિત નિવાસ સ્થાને સર્ચ કરી કેટલાક દસ્તાવેજો  કબ્જે કરી મહિલા સંચાલકા ભાવેશ્રી દાવડાની ધરપકડ કરી છે.

આહવાની નામદાર જ્યુડીશયલ કોર્ટમાં સાંજના સમયે હાજર કરી ૨૦ જેટલા કારણો આપી ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં  નામદાર કોર્ટે ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખી આરોપી ના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.