bhavnagara/ કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવકની અજાણ્યા શખ્સોએ કરી કણપીણ હત્યા

મહુવાથી કોંગ્રેસના પૂર્વ નગર સેવકની હત્યા ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Top Stories Gujarat

@અરશદ દસાડીયા

ભાવનગર: મહુવાથી કોંગ્રેસના પૂર્વ નગર સેવકની હત્યા ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ નગર સેવક મુમતાઝની અજાણ્યા લોકો દ્વારા હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મહુવાથી કોંગ્રેસના પૂર્વ નગર સેવક મુમતાઝ બેન હારૂન ભાઈ કલાણીયાની વાસિતળાવ વિશ્વકર્મા મંદિર પાસે તેમના જ ઘરમાં અજાણ્યા વ્યકિતએ હત્યા કરી હતી. મોડી રાત્રે હત્યા બની હોવાનું સામે આવ્યું છે. આજાણ્યા વ્યક્તિઓએ મોડી રાત્રે મુમતાઝના ઘરમાં ઘૂસી રાત્રે માથાના ભાગે તેમજ પગના ભાગે ઈજા પહોંચાડી હત્યારા ત્યાથી ફરાર થઈ ગયા હતા. પોલીસે મહિલાનો મૃતદેહને પી.એમ અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો: Israel Hamas War/ આતંકવાદી હુમલાનો ઈઝરાયલે આપ્યો જવાબ, હુમલામાં 250 પેલેસ્ટાઈનના મોત

આ પણ વાંચો: Nazar Dosh/ ‘નજર દોષ’ જીવનમાં ગંભીર સમસ્યાઓ ઉભી કરે છે, જાણો કેવી રીતે બચવું

આ પણ વાંચો: World Cup/ IND-PAK મેચને લઈને BCCIએ અચાનક આ મોટી જાહેરાત કરી!