સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીનો 15 ડિસેમ્બરથી દિલ્હીનાં શાહીન બાગમાં વિરોધ થઇ રહ્યો છે. વળી, સુપ્રીમ કોર્ટે ચાર મહિનાનાં બાળકનાં મોતના કેસની સ્વતઃ નોંધ લીધી છે. તેની માતા ચાર મહિનાનાં બાળકને લઇને વિરોધ પ્રદર્શન કરવા માટે ગઈ હતી. આ નિર્દોષનું શાહીન બાગથી પરત આવ્યા બાદ સૂતાં સમયે મોત થઇ ગયું હતું. બાટલા હાઉસ વિસ્તારમાં રહેતી મહિલાએ કહ્યું હતું કે બાળકને શરદી થઇ ગઇ હતી.
સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી 10 ફેબ્રુઆરી એટલે કે સોમવારે થશે. શાહીન બાગમાં બાળકની મોતનાં મામલે બહાદુર એવોર્ડથી અલંકૃત વિદ્યાર્થી જેન ગુણરત્ન સદાવર્તે સુપ્રીમ કોર્ટને એક પત્ર લખીને માંગ કરી છે કે આ પ્રકારનાં પ્રદર્શનમાં બાળકોને સામેલ ન થવા દેવાનું કહેવામાં આવે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આ નિર્દોષ બાળકોનાં જીવન અધિકારોનું ઉલ્લંઘન છે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ માટે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં માર્ગદર્શિકા બનાવવી જરૂરી છે. કોર્ટે આ પત્રને પિટિશન માન્યો છે અને બાળકનાં મોત અંગે સ્વતઃનોંધ લીધી છે. આપને જણાવી દઈએ કે શાહીન બાગ પ્રદર્શન વિરુદ્ધ દાખલ કરેલી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
