ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવી વિશ્વકપમાં તેની બીજી જીત મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યા શિખર ધવન અને રોહિત શર્માએ ઓપનિંગ કરતા ધમાકેદાર બેટિંગ કરી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરી ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત સારી રહી હતી. એક સમયે એવુ પણ જોવા મળ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયાની ટીમ આ ટાર્ગેટને હાંસીલ કરવામાં સફળ રહેશે, પરંતુ ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેનોને રોકી ટીમ ઈંન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતીય બોલરોનું શાનદાર પરફોર્મન્સ

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતનાં બોલરોએ શાનદાર બોલિંગ કરી કાંગારુઓને જીતથી દૂર કર્યા હતા. ટીમ ઈંન્ડિયા તરફથી સૌથી વધુ 3-3 વિકેટ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે લીધી હતી. વળી ચહલે પણ આ મેચમાં તેની ફીરકી સ્પીનથી કાંગારુઓને હેરાન કરતા 2 વિકેટ મેળવી હતી.

ભારતે આઠ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વિશ્વકપમાં હરાવ્યુ છે. આ પહેલા ભારતે 2011 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ. ભારતની આ જીતમાં શિખર ધવને તોફાની બેટિંગ કરતા પોતાના ફોર્મમાં પાછા આવવાનો સંકેત આપ્યો હતો. શાનદાર બેટિંગનાં કારણે શિખર ધવન મેન ઓફ ધ મેચ બન્યો હતો.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

પાંચમી જૂનનાં દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઓવલનાં મેદાનમાં ઉતરી હતી. જ્યા પહેલા વિરાટે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.

અહી ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ વન ડે મેચોમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધમાં 2000 રન પૂર્ણ કર્યા હતા. લંડનમાં રમી રહેલા વિશ્વકપ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરી રહેલા રોહિત 37 ઈનિગ્સમાં આ ટીમની વિરુદ્ધ બે હજાર રનનો આંકડો પાર કર્યો છે. રોહિત શર્માએ 70 બોલમાં ત્રણ ચોક્કાની અને એક છક્કાની મદદથી 57 રન બનાવ્યા હતા.

ટીમ ઈંન્ડિયાની જીત બાદ પોઇન્ટ ટેબલમાં જોવા મળ્યો બદલાવ
વિશ્વકપ 2019નાં 14માં મુકાબલામાં ભારતનાં ઓપનર બેટ્સમેન શિખર ધવનએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પોતાના વન ડે કેરિયારની 17મી સદી ફટકારી ભારતીય ટીમને મોટા લક્ષ્ય સુધી પહોચાડવામાં ખાસ ભૂમિકા ભજવી હતી. વિશ્વકપમાં શિખર ધવનની આ છઠ્ઠી સદી છે તો ઈંગ્લેન્ડની ધરતી પર તેની આ ત્રીજી સદી છે. શિખર ધવને 109 બોલમાં 16 ચોક્કાની મદદથી 117 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામે શિખર ધવન અને રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ પણ પોતાની બેટિંગનો દમખમ બતાવ્યો હતો. જ્યા તેણે ધમાકેદાર બેટિંગ કરતા 77 બોલમાં ચાર ચોક્કા અને બે છક્કાની મદદથી 82 રન ફટકાર્યા હતા.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
