Vibrant Gujarat summit 2024/ PM મોદી GIFT સિટી ખાતે ફિનટેક કંપનીઓના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે યોજાનારી ગ્લોબલ ફિનટેક લિડરશીપ ફોરમમાં હાજર રહી ફિનટેકના ટોચના નેતાઓ સાથે વાતચીત કરશે. આ બેઠકમાં ‘નાણાને લઈ ભવિષ્ય માટે રૂપરેખા તૈયાર કરવી – આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોની ભૂમિકા’ પર એક પેનલ પણ રાખવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat
GIFT સિટી

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે યોજાનારી ગ્લોબલ ફિનટેક લિડરશીપ ફોરમમાં હાજર રહી ફિનટેકના ટોચના નેતાઓ સાથે વાતચીત કરશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ,2024ના ઉદ્ધાટનના દિવસે 25 થી 27 જેટલા ફિનટેક કંપનીઓના વરિષ્ઠ નેતાઓ વડાપ્રધાન મોદી સાથે બેઠક કરશે. આ સાથે રોકાણકારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

GIFT સિટી ગ્રૂપના સીઈઓ તપન રે એ ગુરૂવારે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીએ ‘ગિફ્ટ સીટી – આધુનિક ભારતની એક પ્રેરણા’ વિષય પર એક સેમિનાર આયોજીત કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, Google, IBM, Accenture, Capgemini, NYSE Group, Amazon Pay, NASDAQ, સ્ટોનેક્સ, વેલ્સફાર્ગો, S&P સહિત અન્ય કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ આ ફોરમમાં ભાગ લેશે.

તેઓના વધુ જણાવ્યા અનુસાર કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારામણ 11 જાન્યુઆરીએ યોજાનારી વૈશ્વિક બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ‘નાણાને લઈ ભવિષ્ય માટે રૂપરેખા તૈયાર કરવી – આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોની ભૂમિકા’ પર એક પેનલ પણ રાખવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન ફિનટેક કંપનીઓના વરિષ્ઠ નેતાઓ સાથે અંદાજીત 1 કલાક વાતચીત કરશે.

તાજેતરમાં ગિફ્ટ સીટીમાં કેટલીક રજીસ્ટર્ડ હોટલ, રેસ્ટોરન્ટ અને બારમાં કાયદાકીય રીતે દારૂ પીવાની તેમજ વેચાણની છૂટ આપવામાં આવી છે. તે એકમાત્ર આધુનિક ફાઈનાન્સીયલ સેવા માટેનું કેન્દ્ર છે. આ જ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં 63 વર્ષ જૂની દારૂબંધી હટાવી દેવામાં આવી છે. તેથી હવે રોકાણકારોમાં રોકાણ કરવાનો ઉત્સાહ વધી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ 10મી વાઈબ્રન્ટ સમિટ ભવિષ્યમાં GIFT સિટીને મોટો ફાયદો કરાવશે તેવી આશાઓ સેવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રાથમિક શિક્ષણ વિભાગ/રાજ્યના શિક્ષણ વિભાગમાં બદલીઓનો દોર, 27 જેટલા અધિકારીઓની બદલીના આદેશ

આ પણ વાંચો:અમદાવાદ/અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો કરોડપતિ એકટીવા ચોર

આ પણ વાંચો:ગોઝારો અકસ્માત/સાપુતારાના ડાંગમાં કાળમુખો ટ્રક ચાર પ્રવાસીને ભરખી ગયો