પોરબંદર,
પોરબંદરમાં સરકારી હોસ્પિટલના તબીબો વિરુદ્ઘ બાળકીની સારવારમાં બેદરકારી દાખવતા મોત થયું હતું. જેની સાત માસ બાદ ફરિયાદ નોંધાઇ છે. નોંધનીય છે કે, સાત માસ પૂર્વે શાકભાજીનો વેપાર કરતાં રમેશભાઇની 3 વર્ષની દીકરીને ઝાડા-ઉલ્ટી થયા હતા.
જેને લઇને તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં ફરજ પરના તબીબ જીગિશાબેને આ બાળકીને દવા અને પાઉડર આપીને બાળકીને ઘરે લઇ જવા માટે કહ્યું હતું. પરંતુ રાત્રી દરમિયાન આ 3 વર્ષની બાળકી તેજલની તબિયત ફરી એક વાર લથડી હતી. જેને લઇને તેને હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવી હતી. બાળકીને જરૂર હતી સારવારની પરંતુ તેને ગોળી આપીને સુવડાવી દેવામાં આવી હતી અને થોડા સમય બાદ તેનું મોત થયું હતું.
બાળકીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, બાળકીને યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું છે. આ ઘટના અંગે બાળકીની પિતાએ તપાસની માંગ કરી હતી. બાળકીના પિતાની માંગને પગલે આરોગ્ય વિભાગે તપાસ માટે એક કમિટીની રચના કરી હતી અને આ કમિટીએ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. જેમાં તબીબની બેદરકારી સામે આવી હતી.
બાદમાં પોલીસે ૩ જેટલા તબીબો જેમાં ડોક્ટર જીગીશા, ડોક્ટર વ્યાસ સાહેબ, નર્સ દેવસી ભાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ બાળકીના માતાપિતાએ જણાવ્યું છે, કે સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓની મસમોટી વાતો કરવામાં આવે છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ન હોવાથી, તબીબો સારવારમાં બેદરકારી દાખવતાં હોય છે. જેને પગલે બાળકી મોતને ભેટે છે. બાળકીના મોત પછી તેને પીએમ માટે સવારના 9 વગ્યાએ આપી તો તે લોકોએ બપોરના 1 વાગ્યા સુંધી બાળકીને એમીરેસમાં તડકામાં મૂકી રાખી.
બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું કે, આ હોસ્પિટલમાં કોઈ પણ જાતની સગવડ જેવું છે જ નહિ! જેના કારણે મારી બાળકીનું મોત થયું છે. તેવો આક્ષેપ મૃતક બાળકીના પિતાએ તબીબીઓ પર લગાવ્યો હતો.
