સાબરકાંઠા,
દિવસે દિવસે આત્માહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે વધુ એક કિસ્સો સાબરકાંઠાના હિંમતનગર માં બન્યો છે. હિંમતનગર ના શ્રીનાથ સોસાયટીમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
અભ્યાસમાં અત્યંત તેજસ્વી ગણાતા વિદ્યાર્થીએ પરીક્ષાની પૂર્વ મોડી સંધ્યાએ કરી આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી પોતાની પરીક્ષા માટે અંત્યત ચિંતામાં હતો. આ વિદ્યાર્થીએ પરીક્ષાના દબાણમાં આવીને ગળે ફાંસો ખાધો હતો તેવી માહિતી મળી હતી. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
