Not Set/ ચૂંટણી અધિકારીનો ખુલાસો: રાજેન્દ્રસિંહનો ચૂંટણી ખર્ચ મર્યાદામાં જ થયો છે

હિમ્મતનગર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કરનારા ભાજપના બે ધારાસભ્યો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ 28 લાખની નક્કી કરાયેલી મર્યાદા કરતા પ્રચારમાં વધારે ખર્ચો કર્યો હોવાનું બહાર આવ્યું હોવાના મીડીયા રિપોર્ટ આવ્યા પછી આ મામલે નવો ખુલાસો થયો છે. સાબરકાંઠાના ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રસિંહ ચાવડાએ નિયત મર્યાદામાં […]

Gujarat
rajendra chavda ચૂંટણી અધિકારીનો ખુલાસો: રાજેન્દ્રસિંહનો ચૂંટણી ખર્ચ મર્યાદામાં જ થયો છે

હિમ્મતનગર

વિધાનસભા ચૂંટણી પ્રચારમાં નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કરનારા ભાજપના બે ધારાસભ્યો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ 28 લાખની નક્કી કરાયેલી મર્યાદા કરતા પ્રચારમાં વધારે ખર્ચો કર્યો હોવાનું બહાર આવ્યું હોવાના મીડીયા રિપોર્ટ આવ્યા પછી આ મામલે નવો ખુલાસો થયો છે.

સાબરકાંઠાના ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રસિંહ ચાવડાએ નિયત મર્યાદામાં રહીને ચૂંટણી ખર્ચ કર્યો હતો.જો કે ચુંટણી પંચની મર્યાદા કરતા વધુ ખર્ચ ઓનલાઇન કોષ્ટકમાં ભુલથી  દર્શાવ્યો હતો..જેના કારણે અસંમજસની સ્થિતિ ઉભી થઇ હતી.

ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ ફંડ વાપરનારા ટોચના પાંચ ધારાસભ્યોમાં ચાર ભાજપના હતા. જેમાં સૌ પહેલા ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા આવે છે, જેમણે 33.78 લાખ રુપિયા વાપર્યા હોવાનું સામે આવતા તે ડિસક્વોલીફાઇડ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ચુંટણી પંચની ખર્ચ મર્યાદા કરતા 5 લાખ કરતાં વધુનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું હતું.આ મામલે વિવાદ થતાં આવતા  ચુંટણી અધીકારીઓએ ચૂંટણી ખર્ચની ચકાસણી હાથ ધરતા જ હવે આ મામલે સ્પષ્ટતા રજુ કરી છે કે ચૂંટણી ખર્ચના કોલમ નંબર બદલાઇ જવાને લઇને ખર્ચનો આંકડો બદલાઇ જતાં અંતે સરવાળો ખોટો આવ્યો હતો અને આમ ઉમેદવારે ક્ષતી સર્જી હતી અને જેને લઇને આંકડો ખોટો આવ્યો હતો.

ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રસિંહ ચાવડાનો ચૂંટણી ખર્ચનો વાસ્તવિક આંકડો ૨૨ લાખ ૯૮ હજાર જેટલો થયો હતો. આ બાબતે ચુંટણી પંચ સમક્ષ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા દ્રારા ક્ષતીના સુધારો કરવા માટે પણ પ્રક્રીયા હાથ ધરાઇ છે. જો કે હવે સવાલ એ વાતનો છે કે અત્યાર સુધીમાં ચુંટણી પંચ દ્રારા ઉચ્ચ અધીકારીઓને રાજ્ય બહાર થી ખર્ચ નિરીક્ષક તરીકે નિમણુંક કરાઇ હોવા છતાં અને તેઓએ ચુંટણી બાદ પણ ઉમેદવારોના ખર્ચ અને તેના લગતી એફીડેવીટમાં પણ આંકડાકીય બાબતો ચકાસી હતી અને છેલ્લે ૧૩ જાન્યુ આરીએ પણ વધુ એક વાર ચકાસણી કરાઇ હતી આમ એક કરતા વધુ વખત ચકાસણી કરવા છતાં પણ આ બાબત ધ્યાને કેમ ના આવી?