Not Set/ કસગંજ : તિરંગા રેલીમાં ચંદનની હત્યા કરનાર આરોપી સલીમની પોલીસે કરી ધરપકડ

કસગંજ, ઉત્તર પ્રદેશના કસગંજમાં ૨૬ જાન્યુઆરીના રોજ બે પક્ષો વચ્ચે જૂથ અથડામણમાં ચંદન ગુપ્તાની હત્યા કરનાર મુખ્ય આરોપી સલીમ બુધવારે પકડાયો છે. અલીગઢ રેન્જના આઇજી સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કસગંજની ઘટના બાદ આરોપી સલીમ ફરાર થઈ ગયો હતો. ફરાર થયા બાદ સલીમની મિલકતો જપ્ત કરવાની નોટિસ તેના ઘરની બહાર મારતા તે અંતે પકડાયો હતો. પોલિસના […]

Top Stories
કસગંજ : તિરંગા રેલીમાં ચંદનની હત્યા કરનાર આરોપી સલીમની પોલીસે કરી ધરપકડ

કસગંજ,

ઉત્તર પ્રદેશના કસગંજમાં ૨૬ જાન્યુઆરીના રોજ બે પક્ષો વચ્ચે જૂથ અથડામણમાં ચંદન ગુપ્તાની હત્યા કરનાર મુખ્ય આરોપી સલીમ બુધવારે પકડાયો છે. અલીગઢ રેન્જના આઇજી સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કસગંજની ઘટના બાદ આરોપી સલીમ ફરાર થઈ ગયો હતો. ફરાર થયા બાદ સલીમની મિલકતો જપ્ત કરવાની નોટિસ તેના ઘરની બહાર મારતા તે અંતે પકડાયો હતો.

પોલિસના જણાવ્યા અનુસાર, સલીમ કસગંજમાં કપડાની દુકાન ધરાવે છે અને તેણે ચંદન ગુપ્તાને ગોળી મારી હતી. લો એન્ડ ઓર્ડરના સિનીયર પોલિસ અધિકારી આનંદ કુમાર કહ્યું હતું કે, સલીમે તેના ઘરની બાલ્કનીમાંથી ગોળી મારી હોય તેવું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. તપાસમાં કેટલાંક હથિયારો જપ્ત કર્યા છે અને તેને બેલાસ્ટીક રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ આ તપાસમાં ચંદન ગુપ્તાની થયેલી હત્યામાં સલીમના બે ભાઇઓના નામ પણ  સામે આવ્યા છે.

પોલીસે અત્યાર સુધી 118 લોકોની અટકાયત કરી છે. પોલિસ આ તિરંગા યાત્રા દરમિયાન લેવામાં આવેલાં વિડીયોની પણ તપાસ કરી રહી છે, જેમાં લોકો ગન સાથે ફરતાં દેખાઇ રહ્યાં છે.

મહત્વનું છે કે, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે. તિરંગા રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં આ ઝગડામાં ચંદન ગુપ્તાનું મોત થઇ ગયું હતું. ચંદનની હત્યા પછી કસગંજમાં બે બસો,વાહનો અને ત્રણ દુકાનો સળગાવવામાં આવ્યા હતા.