Diwali-Larigalla/ ‘ધંધો કરવા દો,’ તહેવારોમાં લારીગલ્લાવાળાઓને હેરાન ન કરવા મૌખિક આદેશ

ગુજરાત સરકાર નાગરિકલક્ષી એક પછી એક પગલાં લઈ રહી છે તેનાથી નાગરિકો પણ ઓવારી ગયા છે. આમાં વધુ એક છોગું ઉમેરતા હોય તેમ દિવાળીના તહેવાર દરમિયાન લારીગલ્લાધારકોને પરેશાન ન કરવા માટે સરકારે મૌખિક આદેશ જારી કર્યા છે.

Top Stories Gujarat
Diwali Larigalla ‘ધંધો કરવા દો,’ તહેવારોમાં લારીગલ્લાવાળાઓને હેરાન ન કરવા મૌખિક આદેશ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર નાગરિકલક્ષી એક પછી એક પગલાં લઈ રહી છે તેનાથી નાગરિકો પણ ઓવારી ગયા છે. આમાં વધુ એક છોગું ઉમેરતા હોય તેમ દિવાળીના તહેવાર દરમિયાન લારીગલ્લાધારકોને પરેશાન ન કરવા માટે સરકારે મૌખિક આદેશ જારી કર્યા છે.

હાલમાં નવરાત્રિ દરમિયાન જ સરકારે પરોક્ષ રીતે પાર્ટી પ્લોટો સહિતના ગરબાને રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રાખવા દેવાની મૌખિક સૂચના આપી દીધી છે. સત્તાવાર નિયમ મુજબ તો રાત્રે બાર વાગે બંધ થઈ જવા જોઈએ, પરંતુ રાત્રે બે વાગ્યા સુધી ચાલતા હોય તો કોઈ પગલાં લેવાતા નથી. તેથી જ સરકાર નવરાત્રિ દરમિયાન મેટ્રો પણ રાત્રે બે વાગ્યા સુધી ચલાવવાની છે. આના લીધે ખાણીપીણીના સ્ટોલો પણ નવરાત્રિ દરમિયાન ધમધમવા માંડતા લોકો ખુશ થઈ ગયા છે. સરકારને પણ લોકો આ રીતે ધરખમ કમાણી કરી રહ્યા હોવાનો અહેસાસ થતાં તેમના આનંદમાં વધારો કરવા માટે લારીગલ્લા ધારકોને પરેશાન ન કરવા સૂચના આપી દીધા છે.

નાના વેપારીઓ લારીગલ્લા થકી જ કમાણી કરતા હોય છે. તેમની પાસેથી સરકારના અલગ-અલગ વિભાગના કર્મચારીઓ તેમને દબડાવીને મલાઈ લેતા હોય છે. આ લારીગલ્લાવાળા વેપારીઓ પાસેથી માસિક હપ્તા તો લેવાય જ છે, પરંતુ દિવાળી સમયે વધારે પ્રમાણમાં માસિક હપ્તો પણ ઉઘરાવાતો હોવાનું જાણમાં આવ્યું છે. તેથી સરકારી એસપી અને કમિશ્નરોને મૌખિક સૂચના આપી છે કે આ દિવાળીએ લારીગલ્લાવાળાઓને હેરાન ન કરવામાં આવે. આમ આ વખતે સરકારની મૌખિક સૂચનાઓ ચર્ચાનો મુદ્દો બની છે.

 

આ પણ વાંચોઃ Gujarati University/ ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષો જૂની પરંપરાનો ભંગઃ ભીખ આપતા હોય તેમ ડિગ્રી અપાઈ

આ પણ વાંચોઃ Pm Awas Yojana/ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચોઃ USA-Israel/ ઇઝરાયેલ હિઝબુલ્લાહ સામે નવો મોરચો ન ખોલેઃ અમેરિકાની અપીલ