World Cup 2023/ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં, કોહલી ઇતિહાસ રચવાથી માત્ર આટલા રન દૂર

વિરાટ કોહલી આજે સચિનનો વધુ એક રેકોર્ડ તોડી શકે છે

Top Stories Sports
virat may become the fastest player to complete 26000 runs in international cricket સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં, કોહલી ઇતિહાસ રચવાથી માત્ર આટલા રન દૂર

ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ 2023ની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. ટીમ ઇન્ડિયા સતત 3 મેચ જીતી અજયી રહી છે. ગુરવાર, 19 ઓક્ટોબરના રોજ ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિમમાં મેચ રમાશે. આ મેચમાં વિરાટ કોહલી પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. વિરાટ સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડ તોડવાથી ઘણો નજીક છે.

તેંડુલકરનો રેકોર્ડ તોડવા 77 રનની જરૂર
વિરાટ કોહલી અને બાંગ્લાદેશ સામે મેચ રમશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 77 રન બનાવી લે છે તો તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 26,000 રન બનાવનાર બેટ્સમેન બની જશે. આ વર્લ્ડ રેકોર્ડ અત્યાર સુધી સચિન તેંડુલકરના નામે બોલે છે. કોલહીની નામે 510 મેચમાં 25,923 રન બનાવ્યાં છે.

વર્તમાન સિઝનમાં ઘાતક ફોર્મમાં
વિરાટ કોહલીએ વર્લ્ડ કપની વર્તમાન સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલી અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં 156 રન બનાવ્યાં છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં 85 રનની વિજયી ઇનિંગ રમી હતી. ત્યાર બાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં તેણે અણનમ 55 રન બનાવ્યા હતા. જોકે, પાકિસ્તાન સામેની મેચમાં 16 રન બનાવી કોહલી આઉટ થઇ ગયો હતો.