ભારતમાલા પ્રોજેક્ટ/ અમદાવાદ-થરાદ એક્સપ્રેસવેઃ દિયોદરમાં વળતર નક્કી કર્યા વગર સરવે શરૂ કરાતા ખેડૂતો વીફર્યા

ભારતમાલા પ્રોજેક્ટમાં વળતર નક્કી કર્યા વગર જ સરવે શરૂ કરવામાં આવતા દિયોદરમાં ખેડૂતો વીફર્યા છે. તેના પગલે તેઓ રસ્તા પર ઉતર્યા છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસ-વે માટે સરવેની કામગીરી વળતર નક્કી કર્યા વગર શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં તેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
Farmer Agitation અમદાવાદ-થરાદ એક્સપ્રેસવેઃ દિયોદરમાં વળતર નક્કી કર્યા વગર સરવે શરૂ કરાતા ખેડૂતો વીફર્યા
  • ભારતમાલા હેઠળ બનનારો આ એક્સપ્રેસ વે 213 કિ.મી.નો છે અને છ લેનનો હશે
  • અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વે પાછળ કુલ 13,750 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
  • એક્સપ્રેસવે થરાદ, લાખણી અને દિયોદર, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાંથી પસાર થશે
  • અમદાવાદ-થરાદ એક્સપ્રેસવેને આઠ લેનના વડોદરા મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડી દેવાશે 

Bharatmala Project ભારતમાલા પ્રોજેક્ટમાં વળતર નક્કી કર્યા વગર જ સરવે શરૂ કરવામાં આવતા દિયોદરમાં ખેડૂતો વીફર્યા છે. તેના પગલે તેઓ રસ્તા પર ઉતર્યા છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસ-વે માટે સરવેની કામગીરી વળતર નક્કી કર્યા વગર શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં તેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે જ્યાં સુધી વળતરની રકમ નક્કી ન થાય ત્યાં Bharatmala Project સુધી રોડની કામગીરી આગળ વધારવામાં ન આવે. તેની સાથે મામલતદાર દ્વારા વળતરની રકમ પણ વહેલામાં વહેલી તકે કે તાકીદના ધોરણે નક્કી કરવામાં આવે તેવી માંગ કરી છે.

આમ થરાદ-અમદાવાદ એક્સપ્રેસવે ખેડૂતો માટે ચિંતાનું Bharatmala Project કારણ બન્યો છે. ખેડૂતોનો આરોપ છે કે રોડમાં કપાત જતી જમીનના વળતર અંગે તંત્રને વારંવાર રજૂઆતકરવામાં આવી છે, આમ છતાં તંત્રએ હજી સુધી રકમ નક્કી નથી. તેની સાથે રકમ નક્કી કરી ન હોવાથી તંત્ર વળતર આપવામાં ઠાગડઠૈયા કરે તેવો ખેડૂતોને ડર છે. તેથી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં વળતરની રકમ નક્કી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ વળતરના મુદ્દે વિરોધમાં ઉતરેલા ખેડૂતોએ મામલતદાર કચેરીમાં Bharatmala Project રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આવેદન આપીને મામલતદાર દ્વારા વળતરનો તાત્કાલિક ખુલાસો કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. વળતરની રકમ નક્કી કર્યા બાદ જ રોડ માટેની પ્રક્રિયા આગળ વધારવાની માંગ કરી હતી. ખેડૂતોની વાત માનવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

ખેડૂતોએ આ મુદ્દે રસ્તા પર ઉતરવું પડ્યું હોય તેવું કંઈ અહીં પહેલી વખત જ થયું નથી. આ પહેલા પણ બનાસકાંઠામાં થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વેની સર્વેની કામગીરી બંધ કરવાની માંગ સાથે ખેડૂતો વિરોધ કરતા રસ્તા પરઉતર્યા હતા. દિયોદર તાલુકાના સરદારપુરા, જસાલી સહિતના ગામોના ખેડૂતોએ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સર્વેને બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને પણ આંદોલન પાઠવ્યું હતું.

આ સિવાય આ મોરચે જો તાકીદના પગલાં નહી લેવાય તો આગામી દિવસોમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ છે. સરકાર અમદાવાદ થરાદ એક્સપ્રેસ વેને ભારતમાલા પ્રોજેક્ટનો મહત્વનો હિસ્સો માને છે. તેના લીધે ઉત્તર ભારતથી ગુજરાતના ટ્રાફિકનો નોંધપાત્ર હિસ્સો આ હાઇવે તરફ જાય તેમ મનાય છે. તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ખેડૂતોની માંગ પર ધ્યાન આપે તે જરૂરી છે.

ભારત સરકાર દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ સુચિત થરાદ-અમદાવાદ 6-લેન એક્સેસ કટ્રોલ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ 213 કિ.મીની લંબાઇનો નિર્માણ થનાર છે. NHAIના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે આ માર્ગનું લક્ષ્ય ભારતના ઉત્તર તરફના ક્ષેત્રને આયાત નિકાસ માટે જામનગર કંડલા અને મુંદરા બંદર સાથે જોડવાનો લક્ષ્ય છે.

આ એક્સપ્રેસ માર્ગ બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ, લાખણી અને દિયોદર, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થઇ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ માર્ગ થઈ વડોદરા-મુંબઇ 8-લેન ઇકોનોમીક કોરીડોર સાથે મળી જશે. આ પરિયોજનાથી થરાદને આર્થિક વેગ મળશે. હાલમાં આ પરિયીજનાનો ડી.પી.આર. પ્રગતિમાં છે. અને 2022ના અંત સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ છે, કુલ 1910 હેક્ટર જમીન અંદાજે સંપાદન કરવામાં આવશે. આ પરિયોજનાનો ખર્ચ અંદાજે અંદાજે 13,570 કરોડનો થવાનો પ્રાથમિક અંદાજ છે.

સાંચોર-સાંતલપુર 6 લેન એક્સપ્રેસ માર્ગ ભારતમાલા પરિયોજના હેઠળ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ માર્ગ આશરે 125 કિમી લાંબો બની રહ્યો છે. NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર કૃષ્ણપાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે “એક્સપ્રેસ પરિયોજનાને 4 પેકેજમાં વહેંચી દરેક પેકેજમાં અંદાજે 30 કિ.મીની લંબાઇનો થાય છે, 4 પેકેજનો કુલ પ્રોજેક્ટ ખર્ચ 2030 કરોડ છે.

આ પણ વાંચોઃ

અમદાવાદ/ અમદાવાદમાં હાથીપગા રોગનો પગપેસારો, જાણો ક્યાં વિસ્તારમાં મળ્યા કેસ

શરમજનક/ બિહારમાં CMના કાફલા માટે કલાકો સુધી રોકવામાં આવી એમ્બ્યુલન્સ, તડપતી રહી બ્રેઈન હેમરેજની દર્દી

PM Modi/ કર્ણાટક પ્રવાસ દરમિયાન અભિનેતા યશ અને ઋષભ શેટ્ટીને મળ્યા PM મોદી, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ વિશે કહી આ મોટી વાત