Competitive Exam/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરાઈ

સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરીતિ આચરતા લોકો સામે સખ્ત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો લાવ્યા છીએ તેવું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સરકારી વહીવટી…………

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 08T181910.325 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરાઈ

Gujarat News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન હાથ ધરાયું છે. જે માટે વર્ષ 2024માં કુલ 8000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવનાર છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં 1680 અને વર્ષ 2023 માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. નવેમ્બર 2023 પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની બહાર પાડવામાં આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જે બનતી ત્વરાએ એટલે કે બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરીતિ આચરતા લોકો સામે સખ્ત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો લાવ્યા છીએ તેવું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સરકારી વહીવટી તંત્ર વધુ મજબૂત અને કાર્યક્ષમ બને તે હેતુથી ભરતી બહાર પાડવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…