સુરત/ કતારગામ મોડી રાત્રે પતિએ બાળકો સામે જ પત્ની પર કર્યું ફાયરિંગ, થયો ફરાર

છેલ્લા 5 વર્ષથી પતિ અખિલેશ પત્નીને મુકીને કર્ણાટક ભાગી ગયો હતો. જેને કારણે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે અખિલેશ ગઈકાલે કર્ણાટક થી સુરત આવ્યો હતો.

Gujarat Surat
ફાયરિંગ

સુરતમાં ઘણીવાર અંગત અદાવતમાં ફાયરિંગ ની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ફરીએક વખત કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગનીઓ ઘટના બની હતી. આ ઘટનાના કારણે રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પતિ-પત્નીના ઝગડામાં પતિએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતાં ઓપરેશન થિયેટરમાં લેવી પડી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષથી પતિ અખિલેશ પત્નીને મુકીને કર્ણાટક ભાગી ગયો હતો. જેને કારણે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે અખિલેશ ગઈકાલે કર્ણાટક થી સુરત આવ્યો હતો. અને ત્યાર બાદ મોડી રાત્રે પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.  જેમાં એક ગોળી પત્નીને વાગી જતા બેહોશ થઈ હતી. ત્યાર બાદ તે પાછો કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગ દરમ્યાન એક ગોળી પત્નીને વાગી ગઈ હતી. જેને કારણે પત્નીને ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અખિલેશ ફાયરિંગ કરી કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રવીણ પ્રજાપતિ(બનેવી)એ જણાવ્યું હતું કે ટીનાએ 16 વર્ષ પહેલાં અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમીલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશનાં બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી.

લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે, બહેન-બનેવી મદદ કરે એની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો.

આ ઘટનાથી કતારગામ પોલીસ દોડતી થઈ હતી. સંતાનોનુ નિવેદન લઈને અખિલેશની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી ટીનાબેને અગાઉ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. છતા પતિ અખિલેશ માન્યો ન હતો.

આ પણ વાંચો :યુક્રેનમાં રહેલા ભારતીયોને પરત લાવવા જોઈએ: શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો : ગ્રીષ્મા હત્યાકાંડ ફરી થતા અટક્યો, ચપ્પુ લઈને સગીરાને ધમકી આપતો યુવક ઝડપાયો

આ પણ વાંચો :જૂનાગઢની જેલ બાદ જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી, વનવિભાગના ફોરેસ્ટર, ગાર્ડની ઉપસ્થિતિમાં પાર્ટી

આ પણ વાંચો :રાધે ઢોકળા સેન્ટરમાંથી લીધેલા શાકમાં નીકળ્યો વંદો, પાલિકાએ રેસ્ટોરાં સીલ કરી