Banaskantha/ ખેડૂતોએ ક્રોસ વોટિંગ કરી ચૂંટ્યા પોતાના ખેડૂત પ્રતિનિધિ

બનાસકાંઠા જિલ્લા ની ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે આજે મતગણતરી યોજાઈ હતી. જેમાં બન્ને પેનલ પર ખેડૂત મતદારો એ વિશ્વાસ મૂકી સાત ની સામે ત્રણ ખેડૂત ઉમદેવારોને વિજેતા બનાવ્યા હતા….

Gujarat Others
sssss 35 ખેડૂતોએ ક્રોસ વોટિંગ કરી ચૂંટ્યા પોતાના ખેડૂત પ્રતિનિધિ

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા ની ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે આજે મતગણતરી યોજાઈ હતી. જેમાં બન્ને પેનલ પર ખેડૂત મતદારો એ વિશ્વાસ મૂકી સાત ની સામે ત્રણ ખેડૂત ઉમદેવારોને વિજેતા બનાવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા ના.ધાનેરા તાલુકા નર રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે.ધાનેરા તાલુકા ખાતે યોજાતી ચૂંટણી મા દિગંજ નેતા ઓ રાતો રાત ઉથલ પાથલ કરી ધાર્યું પરિણામ લાવતા હોય છે. ધાનેરા સહકાર વિભાગ હોય કે રાજકીય વિભાગ દરેક ચૂંટણી ની મજા અલગ હોય છે.ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની સામન્ય ચૂંટણીને લઈ જાહેર નામું બહાર પડ્યું હતું.જાહેર નામું બહાર પડે એ પહેલાં ધાનેરા તાલુકામાં બજારસમિતિ ની ચૂંટણી ને લઈ ઉમેદવારો એ કમર કશી નાખી હતી. ધાનેરા બજાર સમિતિ મા કુલ 99 ઉમદેવારો એ ઉમેદવારી નોંધાવી હતી. જેમા વેપારી વિભાગ ની ચાર બેઠક ની સાથે અન્ય વિભાગ ની બે બેઠકો બિનહરીફ થઈ હતી. જો કે ખેડૂત વિભાગ ની 10 બેઠકો બિનહરીફનાં થતા 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થતા ક્યાંક નિરાશ તો ક્યાંક ખુશી ની જે જે કાર સાંભળવા મળી હતી. ગત રોજ થયેલ મતદાનમાં ખેડૂત વિભાગમાં કુલ 1892 મતદારો સામે કુલ 1866 ખેડૂત મતદારોએ મતદાન કર્યું હતું. ગત રોજ 98.63 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું, જ્યારે આજ રોજ ચૂંટણી કાર્યક્રમનાં નિયત સમય પ્રમાણે સવારે 9 કલાકે ચૂંટણી અધિકારી એસ બી ચૌહાણ એ અલગ અલગ પાંચ બુથો ખાતે બેલેટ પેપરથી થયેલ મતદાનની ગણતરી શરૂ કરાવી હતી. ત્રણ કલાકનાં સમય બાદ ખેડૂત વિભાગની 10 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું.

ધાનેરા બજારસમિતિનાં ખેડૂત વિભાગનાં પરિણામને લઈ સવારથી ચૂંટણી રસિકોની ભીડ બજાર સમિતિ આગળ આવી પહોંચી હતી. મતગણતરી પરિણામમાં જાહેર થતા વિજેતા ઉમદેવારોને શુભકામનાઓ આપવા ખેડૂતો આવી પહોંચ્યા હતા. વિજેતા ઉમેદવારોમાં સૌથી વધારે મત મેળવનાર જાણો કોણ હતા.

1 ચૌધરી જોઈતા ભાઈ હીરા ભાઈ ને 1305 મત મળ્યા હતા

2 દજા ભાઈ પ્રેમા ભાઈ પટેલ ને 1282 મત મળ્યા હતા ત્યારે બાદ

3 આકોલીયા મોહન ભાઈ ઉકા ભાઈ ને મળેલ મતો 1229

4 આંજણા ભગવનભાઈ હાજા ભાઈ 1180

5 આંજણા પ્રેમા ભાઈ ભુદરા ભાઈ 1163

6 કણબી અજબા ભાઈ હરજી ભાઈ 1102

7 કણબી સુજા ભાઈ જીવા ભાઈ ..1114

8 આંજણા માના ભાઈ રામભાઈ 1096

9 કણબી શંકર ભાઈ પ્રેમાભાઈ ..1086

10 આંજણા વિરલભાઈ હરજી ભાઈને કુલ મતો 988 મળતા ખેડૂત વિભાગની 10 બેઠકોનાં ઉમેદવારો વિજેતા બન્યા હતા.

ખેડૂત મતદારોએ ક્રોસ વોટીંગ કરતા બન્ને પેનલ પૂરે પુરી વિજેતા બની નથી. પરિવર્તન પેનલનાં દજા ભાઈએ જણાવ્યું હતું કે જે મતદાન થયું છે તે ખેડૂતોનાં સારા હિતને લઈ મતદાન થયું છે અને આમા લોકશાહીનો વિજય થયો છે.

તો આ તરફ ધાનેરા બજારસમિતિ ના પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલ ની પેનલ ના 7 ઉમેદવારો વિજય બન્યા છે.ધાનેરા ભારતીય જનતા ના જુના અને જાણીતા આગેવાન અને ધાનેરા બજારસમિતિ ના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા ભગવાનદાસ પટેલ એ સૌ નો આભાર માની બજારસમિતિ ના ચેરમેન બાબતે સુ કયું સાંભળો.

ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા થયેલ ક્રોસ વોટીંગ ધાનેરા ના રાજકારણ ની સમજણ શક્તિ નો પરિચય આપે છે .મતદારો મા કેટલી તાકાત છે એ પરિણામ થી જાહેર થઈ ગયું છે. સારા આગેવાનો ચૂંટાઈ આવે તેવા વિશ્વાસ સાથે મતદાન કરેલ ખેડૂતો એ સાચા માણસો ને મત આપી વિજેતા બનાવ્યા હોવાનું જણાવ્યું હતા.

વર્તમાન ચેરમેન ભુરાભાઈ એ જણાવેલ કેઅમોએ સાથે મળી ખેડૂત પેનલ બનાવેલ જેમો અમોપેનલ ટુ પેનલ ચાલ્યા સાથે ચાલનારા ઓએ મારા સાથે વિશ્વાસ ઘાત કરી મારા માણસોને ટા રગેટ બનાવવામાં આવેલ સમય ની રાહ જોશો બધું સારું થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો