Not Set/ સુરતનાં રઘુવીર કાપડ માર્કેટમાં લાગી આગ, શહેરની તમામ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતનાં રઘુવીર કાપડ માર્કેટમાં ભારે આગ લાગી હતી. આગ 10 માં માળની બિલ્ડિંગમાં લાગી હતી. રઘુવીર માર્કેટ સ્થિત 10 માં માળની બિલ્ડિંગમાં આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે કાપડ બજાર છે. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. Gujarat: Latest visuals from Raghuveer […]

Top Stories Gujarat Surat
Surat aag સુરતનાં રઘુવીર કાપડ માર્કેટમાં લાગી આગ, શહેરની તમામ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતનાં રઘુવીર કાપડ માર્કેટમાં ભારે આગ લાગી હતી. આગ 10 માં માળની બિલ્ડિંગમાં લાગી હતી. રઘુવીર માર્કેટ સ્થિત 10 માં માળની બિલ્ડિંગમાં આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે કાપડ બજાર છે. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી.

સુરતનાં રઘુવીર કાપડ માર્કેટમાં લાગેલી ભારે આગ હજુ પણ શાંત થવાનું નામ નથી લઇ રહી. ફાયર બ્રિગેડની ગાડીઓ આ આગ પર કાબુ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહી છે. જેના તાજા ફોટો પણ હવે સામે આવ્યા છે.

Image result for surat fire

આપને જણાવી દઇએ કે, સુરતનાં કાપડ માર્કેટમાં લાગેલી આગે જોત જોતામાં પ્રચંડ સ્વરૂપ લઇ લીધુ હતુ. સુત્રોની માનીએ તો આટલી મોટી ઘટનામાં કોઇ પણ જાનહાનિ થઇ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બિલ્ડિંગનાં 9 માં માળે આગ ભભૂકી ઉઠી હતી જે ફેલાઈને 10 માં માળે પહોંચી ગઈ હતી. આગ કેવી રીતે શરૂ થઈ તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી.

આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા 40 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે. 200 થી વધુ ફાયર ફાઇટરો આગને કંટ્રોલમાં કરવા રોકાયેલા છે.

Image result for surat fire

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી દેશમાં આગની ઘટનાઓ વધી ગઇ છે. આ પહેલા સોમવારનાં રોજ દિલ્હીનાં એક વિસ્તારમાં આગ લાગી ગઇ હતી,જેના કારણે મોટું નુકસાન થયુ હોવાની વકી છે. જો કે દિલ્હી જ નહી સુરત પણ હવે આ શ્રેણીમાં આવી ગયુ છે, જ્યા થોડા મહિનાઓ પહેલા એક મોટી દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. જો કે હવે જોવાનું એ રહ્યુ કે, આવી ઘટનાઓનું મુખ્યત્વે કારણ શું છે અને આવી ઘટનાઓ આવતા સમયમાં ન ઘટે તેના માટે શું પગલા લઇ શકે છે સરકાર.

આ પણ વાંચો… સુરત:પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં આગ, 6 ફાયર ફાયટરો પહોંચ્યા ઘટના સ્થળે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

https://youtu.be/aVKd2cFvyOs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.