અમરેલી/ અમરેલીના વાવડીમાં દીપડાએ મહિલા પર કર્યો જાનલેવા હુમલો

અમરેલીના વાવડી ગામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવડી ગામે દીપડાનો આતંક વધી ગયો છે.

Top Stories Gujarat
3 9 અમરેલીના વાવડીમાં દીપડાએ મહિલા પર કર્યો જાનલેવા હુમલો
  • અમરેલી: વાવડી ગામે દીપડાએ મહિલા પર કર્યો હુમલો
  • મહિલાએ પુત્રને બચાવા જતા દીપડાએ કર્યો હુમલો
  • ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન બની ઘટના
  • પુત્રને બચાવતા માતાને દીપડાએ હાથમાં કરી ઇજા
  • મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
  • ખેતરમાં ત્રણ ત્રણ દીપડા હોવાની વનવિભાગને કરી જાણ
  • ધોળા દિવસે ખેતરોમાં દીપડાના હુમલાથી ખેડૂતોમાં ભય

અમરેલીના વાવડી ગામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવડી ગામે દીપડાનો આતંક વધી ગયો છે. દીપડાએ મહિલા પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પુત્રને બચાવવા જતા દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં મહિલાને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગામમાં દીપડાનો આતંક દિન-પ્રતિદિન વધી ગયો છે. ગ્રામજનોમાં ભારે દહેશતમાં જોવા મળી રહ્યા છે. ગામમાં દીપડાના ભયનો ફફડાટ વ્યાપી ગયો છે.

નોંધનીય છે કે દીપડાની જાણ ગ્રામજનોએ સત્વરે વન વિભાગને કરી હતી,આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને દીપડાને પકડવા માટે રણનીતિ પર કામ કરી રહ્યા છે. ધોળા દિવસે દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેને લઇને ગામજનો  અવરજવર કરતા ડરી રહ્યા છે. વન વિભાગે દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.