Not Set/ કોરોના બાદ યુદ્ધની બીજી આફત: મોંઘવારી ફાટી નીકળશે

રશિયાએ આખરે યુક્રેન પર કુમલો કરી દીધો છે. યુદ્ધના અત્યંત માઠાં પરિણામો વિશ્વભરમાં માનવજાતને ભોગવવા પડશે. પેટ્રોલ-ડિઝલના ભાવો પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાંની સાથે જ ઉચકાવાના છે. મોંઘવારીએ મઝા મૂકી છે. તેવા કપરાં સમયમાં યુદ્ધએ પડયા ઉપર પાટુ અને દાઝ્યા ઉપર ડામ સાબિત થવાનું છે. કોરોના પછી આવી પડેલી આ બીજી વિકટ સ્થિતિ છે. આપણે 20 વર્ષ પાછા ધકેલાઇ જઈશું…

Mantavya Exclusive
યુદ્ધની

@પ્રફુલ્લ ત્રિવેદી 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને યુદ્ધની જાહેરાત કરવાની સાથે જ તોપો યુક્રેન સામે ધણધણવા માંડી છે. યુદ્ધના માઠા પરિણામો વિશ્વભરને ભોગવવાના રહેશે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાની મહામારીના કારણે વિકાસની ગતિ અત્યંત મંદ થઈ જતાં આમ પણ અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. યુદ્ધના કારણે પડવા ઉપર પાટુ અને દાઝ્યા ઉપર ડામ  જેવી કારમી સ્થિતિ પેદા થઈ છે. કોરોનાથી વિકાસ-અર્થતંત્ર સહિત તમામ મોરચે 10 કર્ષ પાછા પડ્યા છીએ, હવે યુદ્ધના કારણે વધુ 10 વર્ષ પાછા પાડવાની નોબત આવવાની છે.

હાલ પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ થોડા દબાયેલાં છે, તે 10 મી માર્ચે પરિણામ જાહેર થતાંની સાથે જ ફરી રોકેટગતિએ ઉચકવાના છે. એક તરફ કુડના ભાવમાં વધારો થયો છે, બીજી તરફ યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં જ તમામ જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ પણ આસમાને પહોંચી જવાના છે. મહિલાઓનું રસોડાનું અર્થતંત્ર ખોરવાઇ જવાના લક્ષણો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. યુદ્ધના લીધે કેટલીક બાબતોની અછત પણ ઊભી થવાની છે. બીજી તરફ આવી બાબતો સપાટી ઉપર આવતા લોકો બિનજરૂરી સંગ્રહ તરફ પણ દોટ દેશે તેવો અંદેશો પણ પેદા થયો છે. શેર બજારનો કડાકો અર્થવ્યવસ્થાને ધક્કો પહોંચશે તેનો પહેલો સંકેત છે.

ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઈ તે પહેલાં દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ રૂ. 100 અને કેટલાંક સ્થળોએ તો તેનાથી પણ ઉપર પહોંચી ગયા હતા, આ બાબતે મધ્યમવર્ગના નાગરિકોની આર્થિક કમર તોડી નાખી હતી. મોંઘા થયેલાં ટ્રાન્સ્પોર્ટેશના કારણે તમામ ચીજવસ્તુઓના ભાવો ઊંચકાયા હતા. લોકો મોંઘવારીથી રિતસરના ગળે આવી ગયા હતા. આનાથી પણ ખરાબ સ્થિતિ નજીકના ભવિષ્યમાં આવીને ઊભી રહેવાની છે. નિયંત્રણોના કારણે પણ અનેક ચીજવસ્તુઓ  મોંઘી થવાની છે, તો બીજી તરફ કેટલીક ચીજોની અછતની સ્થિતિ પણ તોળાઈ રહી છે. યુદ્ધના આકરાં પરિણામો માનવજાતને ભોગવવા પડશે તે સૌ કોઈ જાણતા હોવા છતાં યુદ્ધને રોકવામાં સરેયામ નિષ્ફળતા મળી છે.

આ પણ વાંચો :NATOના દેશો રશિયા પર કરશે હુમલો,ત્રીજા વિશ્વ યુદ્વની થશે શરૂઆત!

આ પણ વાંચો :ગુરમીત રામ રહીમને ધમકીના આધારે સુરક્ષા આપવામાં આવીઃ હરિયાણાના સીએમ ખટ્ટર

આ પણ વાંચો :રશિયા સામે યુક્રેન કેટલા સમય સુધી ટકશે, બન્ને દેશની સેનાની તાકાત જાણો…

આ પણ વાંચો :ભારતનો જીડીપી ચાલુ વર્ષમાં 9.5 ટકા રહેવાનો અંદાજ