- સુરતમાં પનીરના શાકમાં નીકળ્યો વંદો
- ગ્રાહકને નોંધાવી ફરિયાદ
- ફરિયાદના આધારે દુકાનદારને નોટિસ
- રાધે ઢોકળામાંથી મંગાવ્યું હતુ પાર્સલ
- રિપોર્ટ ન આવે ત્યાં સુધી દુકાન બંધ રાખવા આદેશ
- નાનપુરા સહિતની અન્ય દુકાનોમાં તપાસ
ગુજરાતની વિવિધ રેન્ટોરન્ટ્સ તથા જાણીતા ફૂડ આઉટલેટમાંથી જીવાત, વંદા નીકળવાનો સિલસિલો હજી ચાલુ છે. ત્યારે સુરતની રાધે ઢોકળાની દુકાનમાં શાકમાંથી વંદો મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. રાધે ઢોકળાની દુકાનમાંથી ગ્રાહકે શાક ખરીદતા શાકમાંથી વંદો નીકળ્યો હતો. જેને લઈને ગ્રાહક દ્વારા પાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તંત્ર દ્વારા રાધે ઢોકળાની દુકાન બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. અને નાનપુરા સહિતની અન્ય દુકાનોમાં તપાસ ચાલુ છે.
આ સંદર્ભે દુકાનદારને નોટીસ ફટકારી છે. જ્યારે 2 શાકના સેમ્પલ લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા હતા. તપાસના અંતે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી દુકાન બંધ રહેશે. પાલિકાની ટીમ દ્વારા નાનપુરા સિવાય રાધેઢોકળાની અન્ય દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાંથી પણ શાકના સેમ્પલ લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સોમવારે રાત્રે બની હતી. ત્યારે હોબાળો થતાં દુકાનદારે માફી પણ માગી હતી. ફરિયાદી ગ્રાહક મહિલાએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા તંત્રને જાણ થઈ હતી.
