Morbi News/ મોરબીમાં ખેડૂતોનો બળાપો! 4 હજાર વીઘા ખેતરોમાં વિનાશનો ખતરો, રસ્તા પર ઉતર્યા ખેડૂતો

Farmers Protest: મોરબીના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ 4 હજાર વીઘા ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી અને એરંડાના પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો રસ્તા પર ઉતરી કાયમી પાણી નિકાલ અને વળતરની માંગ કરી રહ્યા છે.

Top Stories Gujarat
Farmers Protest: 4 હજાર વીઘા ખેતી પર સંકટ

Morbi News: મોરબી જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ હજારો વીઘા ખેતી પાણીમાં ગરકાવ થવાની ભીતિ ઊભી થઈ છે. અજિતગઢ ખોડ, જોગડ, માયાપુર અને ઈગોરાળા ગામોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતાં કપાસ, મગફળી અને એરંડાના પાકને મોટું (Crop Damage Gujarat) નુકસાન થવાની આશંકા વ્યક્ત (Farmers Protest) કરવામાં આવી રહી છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Farmers Protest: ચાર હજાર વીઘા ખેતી પર સંકટના વાદળ

Farmers Protest: 4 હજાર વીઘા ખેતી પર સંકટ

પ્રાપ્ત માહિતી મુજબ, અજિતગઢ ખોડ અને જોગડ ગામોની આસપાસની અંદાજે 4 હજાર વીઘા ખેતી વરસાદી પાણીમાં સપડાઈ છે. પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાઈ રહેતાં ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

કપાસ, મગફળી અને એરંડાના પાકને મોટું નુકસાન

Farmers Protest: 4 હજાર વીઘા ખેતી પર સંકટ

માયાપુર અને ઈગોરાળા ગામ તરફથી આવતું વરસાદી પાણી (Rainwater Logging) સીધું ખેતરોમાં ફરી વળતાં કપાસ, મગફળી અને એરંડાના પાક પર ગંભીર અસર જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો હજારો વીઘા પાક સંપૂર્ણપણે નાશ પામશે.

પાણીના નિકાલના અભાવે ખેડૂતોમાં ભારે રોષ

Farmers Protest: 4 હજાર વીઘા ખેતી પર સંકટ

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નાળા (Monsoon Crop Damage)  યોગ્ય જગ્યાએ ન બનાવાતા દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. તંત્રની બેદરકારીના કારણે ખેતીને વારંવાર નુકસાન ભોગવવું પડે છે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.

‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે વિરોધ

સમસ્યાના ઉકેલની માંગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા અને ‘જય જવાન, જય કિસાન’ ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે, યોગ્ય સ્થળોએ નાળા બનાવવામાં આવે અને પાકને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે.


આ પણ વાંચો: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: ગરબામાં બેનરો સાથે સરકારની વળતર નીતિનો વિરોધ, રાકેશ અમૃતિયા પણ જોડાયા

આ પણ વાંચો: સુરતના ઓલપાડમાં પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: બજાર ભાવના ચાર ગણાં વળતરની માંગ, 18 જુલાઈએ કલેક્ટરને આવેદન

આ પણ વાંચો: મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું મહા આંદોલન: 350 ગામના ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી રેલી, નવી નીતિનો વિરોધ