World News/ બ્રિટનમાં AI એજન્ટે બેન્ક કાર્ડ વિના ખરીદ્યો પિત્ઝા, ગ્રાહકના ખાતામાંથી જાતે કર્યું પેમેન્ટ

AI Agent Payment: બ્રિટનમાં AI એજન્ટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વિના પાપા જ્હોન્સમાંથી 9 માર્ગેરિટા પિત્ઝાનો ઓર્ડર આપ્યો અને ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાંથી સીધું પેમેન્ટ કર્યું.

Top Stories World Tech & Auto
AI Agent Payment: બ્રિટનમાં AI એજન્ટે બેન્ક કાર્ડ વિના 9 પિત્ઝાનો ઓર્ડર આપ્યો, સીધું પેમેન્ટ કરી BIG BREAKTHROUGH સર્જ્યું

World News: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ઓનલાઇન શોપિંગમાં હવે નવો અધ્યાય શરૂ થયો છે. અત્યાર સુધી AI ગ્રાહકોને વસ્તુઓ શોધવામાં અને તેની સરખામણી કરવામાં મદદ કરતું હતું, પરંતુ હવે AI એજન્ટ ગ્રાહક વતી ખરીદી કરવાની સાથે પેમેન્ટ પણ કરી શકે (AI Agent Payment) છે. બ્રિટનમાં પહેલીવાર એક AI એજન્ટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાંથી સીધું પેમેન્ટ કરીને પિત્ઝાનો ઓર્ડર આપ્યો છે.

AI Agent Payment: પાપા જ્હોન્સમાંથી 9 માર્ગેરિટા પિત્ઝાનો ઓર્ડર

બ્રિટનની નાણાકીય સંસ્થા ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)ના રેગ્યુલેટરી સેન્ડબોક્સ હેઠળ આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન AI એજન્ટે પાપા જ્હોન્સ (Papa Johns)માંથી 9 માર્ગેરિટા પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો.

આ પ્રયોગમાં લોયડ્સ બેન્ક (Lloyds Bank), પેમેન્ટ ટેક્નોલોજી કંપની ટ્લેયર (Tleyr) અને પાપા જ્હોન્સ સામેલ હતાં. આ ટેક્નોલોજી દ્વારા AI એજન્ટ ગ્રાહકના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલી પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરીને સીધા જ રિટેલરને પૈસા ચૂકવી શકે છે. આ માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂર પડતી નથી.

AI Agent Payment: બ્રિટનમાં AI એજન્ટે બેન્ક કાર્ડ વિના 9 પિત્ઝાનો ઓર્ડર આપ્યો, સીધું પેમેન્ટ કરી BIG BREAKTHROUGH સર્જ્યું
AI Agent Payment: બ્રિટનમાં AI એજન્ટે બેન્ક કાર્ડ વિના 9 પિત્ઝાનો ઓર્ડર આપ્યો, સીધું પેમેન્ટ કરી BIG BREAKTHROUGH સર્જ્યું

બેન્ક એકાઉન્ટ નંબર કે પાસવર્ડની પણ જરૂર નહીં

આ પેમેન્ટની સૌથી ખાસ વાત એ છે કે AI એજન્ટને ગ્રાહકનો બેન્ક એકાઉન્ટ નંબર, પાસવર્ડ કે અન્ય ગુપ્ત માહિતી આપવામાં આવી નહોતી. ગ્રાહક અગાઉથી જ પોતાની બેન્ક સાથે ખર્ચની મર્યાદા નક્કી કરી શકે છે. AI એજન્ટ આ નક્કી કરેલી મર્યાદાથી વધુ ખર્ચ કરી શકતો નથી.

ઓપન બેંકિંગ ટેક્નોલોજીથી થયું પેમેન્ટ

આ સમગ્ર વ્યવહારમાં ઓપન બેંકિંગ (Open Banking) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થામાં ગ્રાહકની મંજૂરીથી એક બેન્ક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર થઈ શકે છે. આ ટેક્નોલોજીના કારણે AI એજન્ટ બેન્ક કાર્ડની મદદ વિના પણ ગ્રાહક વતી પેમેન્ટ કરી શકે છે.

આ પ્રયોગ ઓનલાઇન શોપિંગમાં AIની ભૂમિકા માત્ર વસ્તુઓ શોધવા અને સૂચવવા પૂરતી નહીં રહે, પરંતુ ખરીદી અને પેમેન્ટ સુધી વિસ્તરી શકે છે તે દર્શાવે છે.


આ પણ વાંચો: AIની અસર! SAPમાં 10 હજાર કર્મચારીઓની નોકરી પર જોખમ, મોટી છટણીની તૈયારી

આ પણ વાંચો: AI એજન્ટ્સ પણ હનીટ્રેપમાં ફસાયા! લાલચમાં તોડ્યા નિયમો, Anthropicએ 6 મોડલની લીધી કસોટી

આ પણ વાંચો: ચીનના AI શેરબજારમાં અચાનક ભૂકંપ, ત્રણ ઈન્ડેક્સના રોકાણકારોના રૂ. 158 લાખ કરોડ સ્વાહા!