garib kalyan mela/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગોધરાથી ગરીબ કલ્યાણ મેળાનો કરાવ્યો શુભારંભ

ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે સત્તા પક્ષ અસરકારક રીતે તેના વિકાસલક્ષી કાર્યો પરિપૂર્ણ કરવા માટે કામે લાગી ગઇ છે. આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઇ ગયો છે

Top Stories Gujarat
9 15 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગોધરાથી ગરીબ કલ્યાણ મેળાનો કરાવ્યો શુભારંભ
  • ગોધરાના છબનપુર ખાતે ગરીબ કલ્યાણ મેળો
  • રાજ્યવ્યાપી ગરીબ મેળાના 13મા તબક્કાનો શુભારંભ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવ્યો મેળાનો શુભારંભ

ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે સત્તા પક્ષ અસરકારક રીતે તેના વિકાસલક્ષી કાર્યો પરિપૂર્ણ કરવા માટે કામે લાગી ગઇ છે. આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઇ ગયો છે. ગોધરાના છબનપુર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ લોક કલ્યાણ મેળાનો આરંભ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022 દરમિયાન યોજાનારા ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 14 ઓક્ટોબરના રોજ 10 વાગ્યેથી એસ.આર.પી ગ્રાઉંડ ખાતેથી કરવામા આવશે. આ પ્રસંગે જિલ્લાના કુલ 5910 લાભાર્થીઓને રુપિયા 130.34 કરોડના વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભો મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરાશે. પંચમહાલ જિલ્લામાં વર્ષ 2013થી લઈને અત્યાર સુધી (2021/22) સુધી કુલ 07 ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ રુપિયા 509.31 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ અંતર્ગત અત્યાર સુધી જિલ્લાના 2,40,666 લાભાર્થીઓને લાભ મળ્યો છે.

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11 તબક્કામાં 1530 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1.47 કરોડ દરિદ્ર નારાયણ જરૂરિયાતમંદોને રૂ. 26,600 કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે. 12માં ત્રિદિવસીય રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં 57,231 લાભાર્થીઓને રૂ. 154.44 કરોડની સ્થળ ઉપર સહાય તેમજ 17,30,653 લાભાર્થીઓને રૂ. 7610.58 કરોડની કુલ સહાય ચૂકવવામાં આવી છે.