Not Set/ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, NDRFની ટીમો તૈનાત કરાઇ

સુરત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ યથાવત રહ્યો છે. આજે સવારથી જ ભારે વરસાદ જારી રહેતા નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં રહ્યા હતા. સવારમાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાયા પણ હતા. સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે. ઉચ્છલ, સુબિર અને માંગરોળમાં ભારે વરસાદ થયો છે. આ તમામ વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે. […]

Top Stories Gujarat Surat
aade 8 દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, NDRFની ટીમો તૈનાત કરાઇ

સુરત,

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ યથાવત રહ્યો છે. આજે સવારથી જ ભારે વરસાદ જારી રહેતા નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં રહ્યા હતા. સવારમાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાયા પણ હતા. સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે.

ઉચ્છલ, સુબિર અને માંગરોળમાં ભારે વરસાદ થયો છે. આ તમામ વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે રાત્રીથી ભારે વરસાદ થઇ ગયો છે.

કુકરમુન્ડામાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. નીઝરમાં સાત ઇંચ વરસાદ થયો છે.હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખી છે. પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં હજુ પણ અતિભારે વરસાદ પડવાની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો આવશે. વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા એનડીઆરએફની 17 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં તહૈનાત કરવામાં આવી છે. તો, વડોદરામાં પણ જિલ્લા વહીવટી તંત્રએ એલર્ટના આદેશો જારી કરી દીધા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. આ વરસાદી સિસ્ટમથી આજથી ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે.

આજથી આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તપૂરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની 17 ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.