Commercial LPG Cylinder/ કોમર્સિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, રેસ્ટોરા-લારીવાળાને રાહત

જાન્યુઆરી પહેલાં જ કોમર્સિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આના પગલે 22 ડિસેમ્બરથી LPG સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. તે યાદ રાખવું જરૂરી છે કે આ ઘટાડો ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં થયો નથી.

Top Stories India
મૃત્યુદરમાં થશે ઘટાડો 12 1 કોમર્સિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, રેસ્ટોરા-લારીવાળાને રાહત

નવી દિલ્હીઃ જાન્યુઆરી પહેલાં જ કોમર્સિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આના પગલે 22 ડિસેમ્બરથી LPG સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. તે યાદ રાખવું જરૂરી છે કે આ ઘટાડો ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં થયો નથી, પણ ફક્ત 19 કિલોના કોમર્સિયલ LPG સિલિન્ડરના ભાવમાં જ કરવામાં આવ્યો છે. આમ સ્થાનિક LPG પણ કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. આના પગલે ચોક્કસપણે રેસ્ટોરા અને લારીઓવાળાને રાહત થઈ ગઈ છે. તેની સાથે ગાડીમાં પણ ગેસનો બાટલો ભરનારાઓને પણ રાહત થઈ ગઈ છે.

આના પગલે દિલ્હીમાં ઇન્ડેન કોમર્સિયલ LPG સિલિન્ડર 1,757 રૂપિયામાં મળશે. આ પહેલા તે 1796.50 રૂપિયામાં ઉપલબ્ધ હતો. કોલકાતામાં હવે આ જ 19 કિલોના સિલિન્ડરનો ભાવ 1868.50 રૂપિયા છે. પહેલી ડિસેમ્બરથી ગઈકાલે સુધી આ ભાવ 1,908 રૂપિયા હતો. મુંબઈમાં આ જ સિલિન્ડર હવે 1749 રૂપિયાના બદલે 1710 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં તે 1929 રૂપિયામાં વેચાશે. પહેલી ડિસેમ્બરે કોમર્સિયલ એલપીજી સિલિન્ડરના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 16 નવેમ્બરે ચોથના દિવસે 19 કિલોનું એલપીજી સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘું હતું.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ