વિવાદ/ આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલી ટિપ્પણી મામલે કરણીસેના આક્રોશમાં,જાહેરમાં માફી માંગવાની કરી વાત

આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે,વિવાદ વધુ વકરતા તેમણે માફી પણ માંગી છે.

Top Stories Gujarat
3 10 આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલી ટિપ્પણી મામલે કરણીસેના આક્રોશમાં,જાહેરમાં માફી માંગવાની કરી વાત
  • રાજકોટમાં આનંદસાગર વીડિયો વાયરલ મામલો
  • સ્વામીના વાણી વિલાસથી કરણી સેના આક્રોશમાં
  • કરણીસેના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાનું નિવેદન
  • આનંદસાગર સ્વામીએ જાહેરમાં માફી માગવી જોઈએ
  • જાહેરમાં લોકો સમક્ષ માગવી જોઈએ માફી
  • વાણી વિલાસથી કરોડો હિંદુઓની દુભાઈ છે લાગણી

આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં  વાયરલ થઈ રહ્યો છે. જે બાદ વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે,વિવાદ વધુ વકરતા તેમણે માફી પણ માંગી છે. આ વીડિયો વાયરલ મામલે કરણીસેનાએ પ્રતિક્રિયા આપી છે. આનંદસાગર સ્વામીએ જાહેરમાં માફી માંગવી જોઇએ.

ઉલ્લેખનીય છે ભગવાન શિવનું અપમાન કરતો વીડિયો સ્વામીનું સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ જોવા મળી રહ્યો છે.જેનાથી સનાતી ધર્મ ખુબ નારાજ થયો છે. આ કેસમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાએ નિવેદન આપ્યું છે કે આનંદસાગર સ્વામીએ જાહેરમાં માફી માંગવી જોઇએ, લોકો સમક્ષ માફી માંગવી જોઇએ. તેમના આ વાણી વિલાસથી કરોડો સનાતી ધર્મીઓમાં નારાજ છે અને તેમનામાં રોષની લાગણી જોવા મળે છએ.