Ahmedabad/ શહેરમાં વધુ એક આગની ઘટના, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાયા છે. શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર હજુ યથાવત છે, ત્યારે આ સંકટ વચ્ચે અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે….

Ahmedabad Gujarat
Makar 11 શહેરમાં વધુ એક આગની ઘટના, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાયા છે. શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર હજુ યથાવત છે, ત્યારે આ સંકટ વચ્ચે અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરનાં સરખેજ વિસ્તારમાં લાકડાનાં પીઠામાં આગ લાગી હોવાનુ સામે આવી રહ્યુ છે.

અમદાવાદમાં આગ લાગવાની ઘટનાનો શીલશીલો યથાવત છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં લાકડાનાં પીઠામાં આગ લાગી હોવાના સમાચાર છે. આ આગ સરખેજ પોલીસ સ્ટેશનની સામે લાગી છે. આગ કેટલી ભયાનક છે તેનો અંદાજો તમે એ વાતથી જ લગાવી શકો છો કે આ આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાાસ્થળે પહોંચી ગઇ છે. જો કે હજી સુધી આગ લાગવાનું કારણે અકબંધ છે.

ઉલ્લેેખનીય છે કે, આ પહેલા શહેરનાં બાપુનગર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. જ્યા બાપુનગર વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં ભયંકર આગ લાગી હતી. ભીષણ આગનાં કારણે આસપાસનાં લોકોમાં દોડધામ મચી હતી. જો કે વહેલી સવારનાં કારણે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નહોતા. કોમ્પ્લેક્ષની આસપાસનાં મોટા મોટા સાઈન બોર્ડનાં કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો