Gujarat Rain Forecast/ આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ વિસ્તારમાં વરસાદને લઈને કોઈ ચેતવણી નથી. આમ છતાં આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Top Stories Gujarat
Rain Gujarat 2 આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, Gujarat rain Forecast વડોદરા, સુરત અને રાજકોટ વિસ્તારમાં વરસાદને લઈને કોઈ ચેતવણી નથી. આમ છતાં આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયાકિનારાના વિસ્તારોના લોકોને હાલ કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. કાલથી ત્રણ દિવસ ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં ઝાપટાં વરસી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી Gujarat rain Forecast દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. 17થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ થશે. 21થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ થશે. 26 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે.

જૂનાગઢ, સોમનાથમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ગુજરાતમાં Gujarat rain Forecast હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ આજે હળવા વરસાદની સંભાવના છે.

માછીમારો માટે કોઈ ચેતવણી નહીં

દરિયાકિનારાની વાત કરવામાં આવે તો માછીમારો માટે Gujarat rain Forecast પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. 17, 18 અને 19 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ, જેમ કે, ડાંગ, નવસારી, વસલાડ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

 

આ પણ વાંચોઃ કચ્છ સરહદ/કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, BSFએ જખૌ બીચ પરથી ચરસના 31 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ જપ્ત કર્યા

આ પણ વાંચોઃ Vadodara/વિવાદમાં સંપડાઈ MS યુનિવર્સિટી, વિદ્યાના ધામમાં જામી દારૂની મહેફિલ

આ પણ વાંચોઃ ઓળખ જ ભુસાઈ/વર્ષોથી સુરતના અઠવાગેટની એક ઓળખ બની ગયેલું પ્લેન હટાવાયું, જાણો કારણ

આ પણ વાંચોઃ દુર્ઘટના/સુરતની ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી, બે લોકોના મોત

આ પણ વાંચોઃ ગાંધીનગર/WHO અને આયુષ મંત્રાલય સંયુક્ત રીતે પ્રથમ ‘Traditional Medicine Global Summit’નું કરશે આયોજન