કચ્છ સરહદ/ કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, BSFએ જખૌ બીચ પરથી ચરસના 31 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ જપ્ત કર્યા

15 ઑગસ્ટ 2023ના રોજ BSFએ જખૌ કિનારે અલગ-અલગ વિશેષ સર્ચ ઑપરેશનમાં, 03 અલગ-અલગ સ્થળોએથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 31 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલોગ્રામ) અને હેરોઈનના 01 પેકેટો જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023ના મધ્યભાગથી, જખૌ કિનારેથી ચરસના 81 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ મળી આવ્યા છે. ચરસના 10 પેકેટની પ્રથમ પુનઃપ્રાપ્તિ જખૌ […]

Top Stories Gujarat Breaking News

15 ઑગસ્ટ 2023ના રોજ BSFએ જખૌ કિનારે અલગ-અલગ વિશેષ સર્ચ ઑપરેશનમાં, 03 અલગ-અલગ સ્થળોએથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 31 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલોગ્રામ) અને હેરોઈનના 01 પેકેટો જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023ના મધ્યભાગથી, જખૌ કિનારેથી ચરસના 81 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ મળી આવ્યા છે.

ચરસના 10 પેકેટની પ્રથમ પુનઃપ્રાપ્તિ જખૌ કિનારેથી લગભગ 9 કિમી દૂર નિર્જન શેખરાન પીર બેટમાંથી કરવામાં આવી હતી. જયારે જખૌ કાંઠાથી લગભગ 06 કિમી દૂર લુના બેટમાંથી હેરોઈનનું 01 પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટ સફેદ રંગની પ્લાસ્ટિકની થેલી છે જે 14 ઓગસ્ટ 2023ના રોજ કુંડી બેટમાંથી પ્રાપ્ત કરાયેલા પેકેટ જેવું જ છે અને જખૌ કિનારેથી લગભગ 07 કિમી દૂર નિર્જન બકાલ બેટમાંથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા.

સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત હાઇ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ કિનારે અલગ-અલગ વિસ્તારોમાં સઘન શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ જથ્થો અહીં પહોંચ્યો કેવી રીતે પહોંચ્યો એ અંગેની જાણકારી મેળવવા માટેની તપાસ શરુ કરવામાં આવી છે. સરહદી સુરક્ષા દળો વિસ્તારમાં સર્ચ અને પેટ્રોલિંગ કરવા કરવા દરમિયાન આ પ્રકારે જથ્થો હાથ લાગી રહ્યો છે અને પાડોશી દેશોમાંથી થતી નશીલા પદાર્થો ઘૂસાડવાની હરકતોને સુરક્ષા દળો નિષ્ફળ બનાવતા હોય છે.