Politics/ દિલ્હી બાદ હવે મુંબઈમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટર

દેશમાં જ્યારે રોજનાં અંદાજે અઢી લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે દેશની જનતાને વેક્સિનની કેટલી જરૂર છે તે સ્પષ્ટ થઇ ગયુ છે.

Top Stories Trending
તાઉતે વાવાઝોડું 69 દિલ્હી બાદ હવે મુંબઈમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટર

દેશમાં જ્યારે રોજનાં અંદાજે અઢી લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે દેશની જનતાને વેક્સિનની કેટલી જરૂર છે તે સ્પષ્ટ થઇ ગયુ છે. આવી સ્થિતિમાં દેશમાં વેક્સિનની અછત થઇ રહી છે. જેને લઇને  હવે જનતામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવામા આવ્યા હતા. જે હવે દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શહેરમાં પણ જોવા મળ્યા છે.

તોફાનની અસર / દિલ્હી થયુ પાણી-પાણી, રાજધાનીમાં વરસાદે તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ

આપને જણાવી દઇએ કે, કોરોના વેક્સિનને લઇને હવે દેશમાં રાજનીતિ ચરમસીમાંએ પહોંચી ગઇ છે. દેશનાં ઘણા ભાગોમાં વડા પ્રધાન વિરુદ્ધ વિવાદિત પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. દિલ્હી પછી હવે મુંબઈમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આપને જણાવી દઇએ કે, અગાઉ દિલ્હીનાં કેટલાક લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા પોસ્ટર લગાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, આવા લોકો સામે ધરપકડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. આ રસી અંગે વિવાદાસ્પદ પોસ્ટરો દિલ્હીમાં ચોંટાડવામાં આવ્યા હતા, જેના આધારે પોલીસે 25 લોકોની ધરપકડ કરી છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ પોસ્ટરને ટ્વિટર પર તેના ડી.પી. તરીકે રાખ્યો છે. વળી રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો છે કે તેમની પણ ધરપકડ થવી જોઈએ.

મોટા સમાચાર / ગુજરાતનાં 36 શહેરોમાં કરફ્યું અંગે આજે લેવાશે નિર્ણય, બજારો ખોલવાની મળી શકે છે મંજૂરી

વિવાદાસ્પદ પોસ્ટરોએ હવે દહેરાદૂનમાં પણ રાજનીતિ શરૂ કરી દીધી છે. અહીં કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ પ્રીતમ સિંહ અને મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માએ કોંગ્રેસ ભવનની બહાર પોસ્ટર લગાવ્યા હતા અને પૂછ્યું હતું કે, ‘મોદીએ અમારા બાળકોની રસી વિદેશ કેમ મોકલી હતી’. આ રીતે, કોંગ્રેસે કોરોના રસી વિદેશમાં મોકલવા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આવા જ પોસ્ટરો લગાવ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યુ હતુ. આ કેસમાં કાર્યવાહી કરીને દિલ્હી પોલીસે 25 લોકો પર પ્રાથમિક ધોરણે ધરપકડ કરી હતી. આ પોસ્ટરોમાં લખ્યું છે કે, ‘મોદીજીએ કેમ અમારા બાળકોની રસી વિદેશમાં મોકલી?’ આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં રસીકરણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં, 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે, રસીનાં અભાવને લીધે, ઘણા રાજ્યોમાં યુવાનોને આ રસી આપવામાં આવી નથી. રસીનાં અભાવને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન મોદી વિરુદ્ધ વિવાદસ્પદ પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પહેલા આવા પોસ્ટરો દિલ્હીમાં લગાવવામાં આવ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસે 25 લોકોની ધરપકડ કરી હતી.

sago str 17 દિલ્હી બાદ હવે મુંબઈમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટર