કોરોના રસીકરણ/ અલ્લુ અર્જુને તેના સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો માટે ઉઠાવી જવાબદારી

કોવિડ -19 થી તાજેતર સ્વસ્થ થયેલા તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને હવે તેના 45 વર્ષથી ઉપરના સ્ટાફના સભ્યો અને તેના પરિવારના સભ્યોને રસી ડોઝ લગાવવામાં આવે.

Entertainment
A 235 અલ્લુ અર્જુને તેના સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો માટે ઉઠાવી જવાબદારી

કોવિડ -19 થી તાજેતર સ્વસ્થ થયેલા તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને હવે તેના 45 વર્ષથી ઉપરના સ્ટાફના સભ્યો અને તેના પરિવારના સભ્યોને રસી ડોઝ લગાવવામાં આવે. તેણે ફક્ત દરેક વસ્તુની ગોઠવણ જ નહીં કરી, પણ તે ધ્યાનમાં રાખ્યું કે તેના કર્મચારીઓ અને તેના પરિવારને આ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અર્જુને કુટુંબના સભ્ય વતી તેમના સ્ટાફની સંભાળ લીધી છે અને તેમની સુખાકારી વિશે વિચાર્યું છે. આ વખતે તે 45 વર્ષથી વધુ ઉંમરના સ્ટાફના સભ્યોમાં રસી લાગવાની જવાબદારી ઉઠાવી છે. “

એલ્લુ અર્જુન એપ્રિલમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તે હોમ અઈસોલેટમાં હતો. પરંતુ તેણે ચાહકોની સાથે તેના કોરોના રીકવરીની ખુશી પણ શેર કરી હતી.

આ પણ વાંચો : રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે મસમોટી ફી લે છે શિવાંગી જોશી, જગુઆર કારમાં કરે છે સવારી

અલ્લુ અર્જુને પોસ્ટમાં લખ્યું, હેલ્લો એવરીવન. મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં ઘરે જ પોતાને ક્વોરન્ટીન કર્યો છે અને દરેક પ્રોટોકોલ ફોલો કરી રહ્યો છું. છેલ્લા થોડા દિવસ પહેલાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ ટેસ્ટ કરાવી લેજો. ઘરે જ રહો અને સુરક્ષિત રહો. તક મળે તો વેક્સિન ચોક્કસ લઇ લેજો. હું મારા ચાહકોને કહું છું, મારી ચિંતા ના કરો, કારણકે હું ઠીક છું.

allu

 ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે તે કોરોના નેગેટિવ બની ગયો છે. અલ્લુ અર્જુને પોસ્ટમાં લખ્યું હતું- “15 દિવસની ક્વોરેન્ટાઇન પછી હું નેગેટીવ હોવાનું માલુમ પડ્યું છે. હું મારા બધા શુભેચ્છકો અને ચાહકોનો આભાર માનું છું કે જેમણે મને ઝડપથી રિકવરી શુભેચ્છા પાઠવી છે. મને આશા છે કે આ લોકડાઉન અમને કોરોનાના વધતા જતા કેસ પર લગામ લગાવશે. ઘરે રહો, સલામત રહો. તમારા પ્રેમ માટે તમારો આભાર. “

આ પણ વાંચો :ઇઝરાઇલના સમર્થનમાં પોસ્ટ કરવું અભિનેત્રીને પડ્યું ભારે, સોશિયલ મીડિયાને આપી તિલાંજલિ

છેલ્લા કેટલાક દિવસોથી આ અભિનેતા પોતાના ગીત ‘સીટી માર’ના કારણે ચર્ચામાં આવ્યો છે. તેનુ આ ગીત સલમાન ખાનની ફિલ્મ રાધેમાં ઉપયોગ થયુ છે. સલમાન ખાને આ હિટ ગીત માટે અલ્લુ અર્જૂનની પ્રસંશા પણ કરી છે. વળી અલ્લુ અર્જૂને સોશિયલ મીડિયા દ્વારા દબંગ ખાનને થેન્ક્યૂ કહ્યુ છે.

આ પણ વાંચો : કોરોના સંક્રમિત દર્દીઓ માટે સોનુએ ડોક્ટરને પૂછ્યા આ પ્રશ્ન…કે મચી ગઇ સનસનાટી

majboor str 14 અલ્લુ અર્જુને તેના સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો માટે ઉઠાવી જવાબદારી