ઇડી/ યામી ગૈાતમને ઇડીનું સમન્સ, મની લોન્ડરિંગ મામલે પુછપરછ કરવામાં આવશે

. યામી 7 જુલાઈએ ઇડી સમક્ષ હાજર થશે

Entertainment
yami યામી ગૈાતમને ઇડીનું સમન્સ, મની લોન્ડરિંગ મામલે પુછપરછ કરવામાં આવશે

અભિનેત્રી યામી ગૌતમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. ફેમા (વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ) ના ઉલ્લંઘનના મામલે તેની પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં યામીને બીજી વખત સમન અપાયું છે. પ્રથમ સમન્સ ગયા વર્ષે જારી કરાયું હતું. લોકડાઉનના પ્રતિબંધોને લીધે તે તે સમયે ઇડી ઓફિસ સુધી પહોંચી શકી ન હતી. યામીને 7 જુલાઈ સુધીમાં ઇડી ઓફિસ પહોંચવાનું છે.

ઇડીની નજર યામી ગૌતમ પર છે. એવા અહેવાલો છે કે યામીના ખાતામાંથી વિદેશી ચલણના વ્યવહારોમાં ગેરરીતિઓની તપાસ ચાલી રહી છે. અહેવાલો અનુસાર મની લોન્ડરિંગને કારણે ઘણી મોટી બેનર ફિલ્મો ઇડીના લક્ષ્યાંક પર છે. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ઇડીએ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકોની પૂછપરછ કરી છે. યામીએ તાજેતરમાં ‘ઉરી’ નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે.

યામી ગૌતમે ગયા મહિને અચાનક સોશિયલ મીડિયા પર તેના લગ્નની તસવીર શેર કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. યામી 2019 માં વિક્કી કૌશલની વિરુદ્ધ ફિલ્મ ‘ઉરી’ માં જોવા મળી હતી. 2 વર્ષ પછી તેણે આ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય સાથે લગ્ન કર્યા. યામીના લગ્ન સમારોહના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા