મુંબઈ,
બોલીવુડની જાણીતી ફિલ્મ અને સીરીયલની પ્રોડ્યુસર એકતા કપૂર કે જે હંમેશા પોતાના બોલ્ડ નિવેદના કારણે ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર તેને આવું જ કઈ નિવેદન આપ્યું છે કે જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થતા યૌન શોષણને વિશે જણાવ્યું હતું.
એક્તા કપુરે નિવેદનમાં સ્વીકાર્યુ હતું કે, બોલીવુડથી લઈ હોલીવુડ સુધી હાર્વી વાઈસ્ટીન જેવા પ્રોડ્યુસર રહેલા છે. વાઈસ્ટીન પર મહિલાઓના યૌન શોષણનો આરોપ છે અને તેની સામે દુનિયાભરમાં કેમ્પેઈન ચાલી રહ્યુ છે. ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા એક્તા કપુરે જણાવ્યુ હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક પ્રોડ્યુસર રહેલા છે. કે જે પોતાની પોઝિશનનો ખોટો ઉપયોગ કરે છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા પ્રોડ્યુસર છે કે, જે એક્ટર્સનુ યૌન શોષણ કરે છે. પરંતુ એવા પણ અનેક એકટર્સ છે જે પોતે કામ મેળવવા માટે પોતાની સેક્સુઅલીટીનો ઉપયોગ કરે છે. દરેક વાર્તાના બે પાસા હોય છે પરંતુ લોકો સામાન્ય રીતે બીજા પાસા પર ધ્યાન આપતા નથી. એક્તાએ જણાવ્યુ હતું કે, આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ બે પ્રકારના લોકો છે.
આપણે એ વાત સ્વીકારવી પડશે છે. કે પાવરફુલ વ્યક્તિ જ નાના અને ઉભરતા વ્યક્તિનો ફાયદો ઉઠાવે તે બાબત હંમેશા સત્ય હોતી નથી. કેટલીક વખત કામ મેળવવા માટે નાના માણસો પણ મોટા માણસોનો ઉપયોગ કરતા જ હોય છે.